ભ્રષ્ટાચારને ખુલ્લો પાડનાર સસ્પૅન્ડ કરાયેલા અધિકારી સાથે રેશ્મા પટેલની ઓડીઓ વાઈરલ- કહ્યું એવું કે…

પવિત્ર યાત્રાધામ પ્રવાસન બોર્ડના સચિવ અનિલ પટેલની આરટીઆઈ કાર્યકર સાથેનું ફોન રેકોર્ડીંગ વાયરલ થયા બાદ આજે એક વખત પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલી અને હવે ભાજપની મહિલા કાર્યકર રેશ્મા પટેલે સરકરાને ફિક્સમાં ૂમકી દીધી છે. અનિલ પટેલને ફોન રેકોર્ડીંગના કારણે સસ્પેન્ડ કરવામાંં આવ્યા અને તેમની બદલી રાજકોટ કરી દેવામાં આવી તે અંગે રેશ્મા પટેલે અનિલ પટેલ સાથે જે વાતો કરી છે તેમાં રૂપાણી સરકાર વિરુદ્વ ઘણું બધું કહી જાય છે. ભાજપમાં જ રહી સરકારની સામે રેશ્મા પટેલે ફરી વાર બાંયો ચઢાવતા ભાજપના નેતાઓ પણ ધૂંઆંપૂઆં થઈ ગયા છે .

રેશ્મા પટેલે ફોન રેકોર્ડીગની સાથે લખ્યું છે કે હું મારી અને અનિલ પટેલની વાતચીતનો ઓડિયો લોકો, પ્રશાસન અને મીડિયા મીત્રો સુધી પહોંચાડવા માંગુ છું. અને સાથે એ પણ ખુલાસો કરીશ કે મને ખબર છે કે કોઈ જોડે ની વાતચીતનો ઓડિયો વાયરલ કરવો એ મારી વિશ્વસનીયતા ઉપર સવાલ ઉઠે પણ આ સરકારી કર્મચારીની વેદના લોકો અને સરકાર સુધી પહોંચાડવી જરુરી લાગી એટલા માટે એમને સાથ સહકાર અને મદદ મળે એવા સારા આશયથી લોકો વચ્ચે મૂકી રહી છું.

રેશ્માએ વધુમાં લખ્યું છે કે કારણકે યાત્રાધામ પ્રવાસન બોર્ડમાં ભ્રષ્ટાચાર વિશેની અનિલ પટેલ અને RTI એક્ટીવિસ્ટ વચ્ચેની વાતચીતની ઓડિયો પછી અનિલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પણ અેટલેથી જ અનિલ પટેલની મુશ્કેલીઓ અટકી નથી, સરકાર દ્વારા આજ પણ એમની જોડે જે અન્યાય થઈ રહ્યો છે એની વેદના અેના જ મોઢે દરેક લોકો સુધી પહોંચાડવી જરૂરી છે કારણ આ માત્ર એક કર્મચારીની પીડા નથી, આ એ દરેક કર્મચારી ની પીડા છે જે સાચું બોલવાની હિંમત રાખે છે અને માઠા પરીણામો ભોગવવા પડે છે. તમામને વિનંતી કે આ સરકારી કર્મચારી ને મદદ કરવા રેશ્મા પટેલે અંતમાં અપીલ કરી છે.