કોરોના(Corona) વાયરસની વચ્ચે વિશ્વભરમાં મંકીપોક્સ(Monkeypox)ને કારણે સરકારો અને આરોગ્ય નિષ્ણાતો ટેન્શનમાં મુકાઈ ગયા છે. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વિશ્વની સરકારોને ચેતવણી આપી છે અને મનુષ્યના શારીરિક સબંધને લઈને માર્ગદર્શિકા જારી કરી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે ગયા શનિવારે મંકીપોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે, સંક્રમણ અટકાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે કે એક બીજાના સંપર્કમાં ઓછુ આવવું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખે સલાહ આપી છે કે, જે પુરુષોને મંકીપોક્સનું જોખમ હોય તેઓએ હાલ માટે જાતીય ભાગીદારોની સંખ્યા મર્યાદિત કરવાનું વિચારવું જોઈએ. તેણે કહ્યું કે, તમારા જાતીય ભાગીદારોની સંખ્યા ઓછી કરો, નવા ભાગીદારો સાથે શારીરિક સબંધ બાંધવા પર પુનર્વિચાર કરો. હગ અને કિસ કરવામાં સંયમ રાખવો જોઈએ.
ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે, હવે 78 દેશોમાંથી મંકીપોક્સના 18,000 થી વધુ કેસ નોંધાયા છે, જેમાંથી 70 ટકા યુરોપમાં અને 25 ટકા યુએસમાં નોંધાયા છે. ડબ્લ્યુએચઓ સમક્ષ રજૂ કરાયેલા નમૂનાઓ સૂચવે છે કે આ રોગથી સંક્રમિત લોકોની સરેરાશ સંખ્યા 1.4 અને 1.8 ની વચ્ચે છે જેઓ પુરુષો સાથે સંભોગ કરે છે, પરંતુ અન્ય વસ્તીમાં 1.0 કરતાં ઓછી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ઉપરાંત ભારતમાં કેન્દ્ર સરકારે પણ ગાઈડલાઈન જારી કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો મંકીપોક્સના લક્ષણો જોવા મળે છે, તો સંક્રમિત લોકો પર નજર રાખવામાં આવશે.
દૂષિત સામગ્રી, ચેપના સંપર્કમાં આવ્યા પછી દર્દીની 21 દિવસની અવધિ માટે દેખરેખ રાખવી જોઈએ. રાજ્યોને નવા કેસોની ઝડપથી ઓળખ કરવા અને તેના નિવારણ માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
મંકીપોક્સનું નિવારણ માનવ-થી-માનવ સંક્રમણના જોખમને ઘટાડવાની જરૂરિયાતને જાહેર આરોગ્યના મુખ્ય પગલાઓમાંના એક તરીકે ફરજ પાડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.