હવામાન વિભાગની આગાહી- ગુજરાતના આ જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી

ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આજે ગુજરાતના કેટલાંક જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસશે. જેમાં હવામાનની આગાહી મુજબ વાત કરવામાં આવે તો, આજે દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ ખાબકશે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી(Rain forecast) કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પણ આજે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ:
જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ ખાબકી ચુક્યો છે. જેમાં સૌથી વધારે દાંતામાં 2.75 ઈંચ વરસાદ અને કપરાડામાં 2 ઈંચ વરસાદ ખાબક્યોછે. સાથે ચુડામાં 1.75 ઈંચ વરસાદ તથા ધંધુકા, રાણપુર અને ધાનેરામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયોછે. ઉપરાંત વ્યારા, અમદાવાદ શહેર, સતલાસણા, બોટાદ વડાલીમાં અને સોનગઢમાં 1.25 ઈંચ વરસાદ તથા લીમડી, ભાવનગર અને મહુવામાં 1-1 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે દાંતાની સરકારી હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઇ જવા પામી હતી. અતિભારે વરસાદથી હોસ્પિટલમાં બે-બે ફૂટ પાણી ભરાઈ ગયું હતું અને જેને કારણે વરસાદી પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વખત આવ્યો હતો. ડિલિવરી સહિત ઇમરજન્સી સારવારના દર્દીઓ પણ અટવાઈ ગયા હતા. સરકારી હોસ્પિટલનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ સહિતના અનેક વાહનો પણ પાણીમાં અટવાઈ જતા મુશ્કેલીઓ વધારો થયો હતો.

જો વાત કરવામાં આવે તો બીજી તરફ સાબરકાંઠાના ઈડરમાં ચાર ઇંચ વરસાદ ખાબકી ચુક્યો હતો. તો પ્રાંતિજ અને હિંમતનગરમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. અન્ય તમામ તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો હતો. ત્યારે ઈડરની ઘઉવાવ તેમજ ભેંસકા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ હતી. વરસાદના પગલે બે વર્ષથી ખાલીખમ રહેલા જળાશયો પણ ભરાઈ જશે. જેના લીધે જળાશયોમાં પાણીની આવકથીજગતના તાતને પણ મોટો ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *