ખેડૂતો-પશુપાલકો માટે ખુશખબર; આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે, હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Weather News: નાળાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે. ભીષણ ગરમી વચ્ચે વરસાદ પણ થઇ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા સારા…

Gujarat Weather News: નાળાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે. ભીષણ ગરમી વચ્ચે વરસાદ પણ થઇ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા સારા સમાચાર આપવામાં આવ્યા છે. હવામાન વિભાગે દેશમાં સારા વરસાદની આગાહી કરી છે.જૂનથી સપ્ટેમ્બર સુધી સારા વરસાદની(Gujarat Weather News) અપેક્ષા છે. મોસમનો કુલ વરસાદ સરેરાશ 87 સેમી, એટલે કે 106 ટકા રહેવાની ધારણા છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું પણ સામાન્ય કરતાં સારું રહેશે તેવો અંદાજ છે.

IMDએ માહિતી આપી
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, સમગ્ર દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાના વરસાદનો લાંબો સમયગાળો રહેવાનો છે. આ દરમિયાન લગભગ 106 ટકા વરસાદનું અનુમાન છે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. 1971થી 2020 સુધીના 50 વર્ષના વરસાદના આંકડા અનુસાર, આ વર્ષે 87 સે.મી વરસાદની ધારણા છે.

ભારતીય દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ
ભારતમાં ચાર મહિનાની ચોમાસાની ઋતુ (જૂનથી સપ્ટેમ્બર)માં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે અને લાંબા ગાળાની સરેરાશ (87 સે.મી.)ના 106 ટકા જેટલો સંચિત વરસાદનો અંદાજ છે. ચોમાસાની ઋતુ દરમિયાન હિંદ મહાસાગરના દ્વિધ્રુવની સ્થિતિની આગાહી કરવામાં આવે છે. ઉપરાંત, ઉત્તર ગોળાર્ધમાં બરફનું આવરણ ઓછું છે. આ સ્થિતિ ભારતીય દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના
ભારતીય હવામાન વિભાગ પ્રમાણે સમગ્ર દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાના વરસાદનો લાંબો સમયગાળો રહેવાનો છે. આ દરમિયાન લગભગ 106 ટકા વરસાદનું અનુમાન છે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. 1971થી 2020 સુધીના 50 વર્ષના વરસાદના આંકડા અનુસાર, આ વર્ષે 87 સે.મી વરસાદની ધારણા છે.

ગત વર્ષે ચોમાસામાં 48 મીમી ઓછો વરસાદ પડ્યો હતો
ગયા વર્ષે IMD એ 96% વરસાદની આગાહી કરી હતી. જો કે, તે સમયગાળા દરમિયાન માત્ર 2% ઓછો વરસાદ એટલે કે 94% વરસાદ નોંધાયો હતો. 2023માં ચોમાસાની વિદાય 25 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને 30 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર પંજાબ, હરિયાણા, દિલ્હીની સાથે જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી વિદાય લઇ લીધી હતી.IMD અનુસાર, 2023માં 820 મીમી વરસાદ થયો હતો. સામાન્ય રીતે 868.6 મીમી વરસાદ પડે છે એટલે કે ગયા વર્ષે 48 મીમી ઓછો વરસાદ પડ્યો હતો. આ પહેલા સતત 4 વર્ષ સુધી ચોમાસું સામાન્ય અથવા વધુ વરસાદ સાથેનું હતું.

ચોમાસાની સિઝનની આગાહી ત્રણ માપદંડો પર કરવામાં આવે છે
હવામાનશાસ્ત્રીઓના મતે, ચોમાસાની મોસમના વરસાદની આગાહી કરવા માટે ત્રણ મોટા પાયે આબોહવાની ઘટનાઓ ગણવામાં આવે છે. પ્રથમ અલ ​​નિનો છે, બીજો હિંદ મહાસાગર દ્વિધ્રુવ (IOD), જે વિષુવવૃત્તીય હિંદ મહાસાગરની પશ્ચિમ અને પૂર્વ બાજુઓ પર વિવિધ તાપમાનને કારણે થાય છે અને ત્રીજો ઉત્તર હિમાલય અને યુરેશિયન લેન્ડમાસ પર બરફની સ્થિતિ પર આધારિત છે.આ બધું ભારતના હવામાનને અસર કરે છે.