ચાલતી ગાડી ઉપર પલટી મારી ગયો ટ્રક, દવા લઈને પરત ફરતા શિક્ષક સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત

હરિયાણાના રેવાડી જિલ્લામાં બાંધકામ હેઠળ રેવારી-નરનાલ માર્ગ પર કુંડ નજીક કન્ટેનર ટ્રોલી કાર ઉપર પલટી જતા ભારે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 3 લોકોનાં ઘટના…

હરિયાણાના રેવાડી જિલ્લામાં બાંધકામ હેઠળ રેવારી-નરનાલ માર્ગ પર કુંડ નજીક કન્ટેનર ટ્રોલી કાર ઉપર પલટી જતા ભારે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. ત્રણેય મૃતકો મહેન્દ્રગઢ જિલ્લાના બેવલ ગામના રહેવાસી હતા.

મૃતકોમાં એક સરકારી શિક્ષક હતો, જે ગુરુગ્રામથી દવા લઈને પરત ફરી રહ્યો હતો. પાછા આવતાં આ અકસ્માતની ઘટના બની હતી. પોલીસે મોટી ટ્રોલી પલટી જવાને કારણે કારમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા.

પોલીસે જણાવ્યું કે, મહેન્દ્રગઢ જિલ્લાના ગામ બેવલનો રહેવાસી 55 વર્ષિય શિક્ષક વિક્રમ સિંહ, દવા લેવા ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં ગયો હતો. ત્યાં તેની સારવાર ચાલી રહી હતી. બુધવારે રાત્રે, વિક્રમસિંહ તેના ગામના રહેવાસી રામ કિશન (ઉ.વ 42) અને સતિંદર ઉર્ફે ધૌલીયા (ઉ.વ 32) સાથે એક ઇકો કારમાં દવા લઈને તેમના ગામ તરફ જઈ રહ્યો હતો.

તે દરમિયાન સામેથી એક કન્ટેનર ટ્રોલી આવી રહી હતી. પુલ નજીક બંને વાહનો આવતા જ અચાનક કન્ટેનર કાર પર પલટી ખાઈ ગયો હતો. કન્ટેનરની નીચે દબાવવાથી કાર પલટી મારી ગઈ હતી અને કારમાં સવાર ત્રણેય લોકોએ જીવ ગુમાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *