એકબાજુ મુંબઇ પોલીસ અલગ-અલગ બાબતોની તપાસમાં લાગી ગયું છે તો બીજીબાજુ આખા કેસની સીબીઆઈ તપાસની પણ માંગણી સતત થઇ રહી છે. બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં સતત નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. બિહારના તમામ મુખ્ય રાજકીય પક્ષોએ આ કેસમાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે. બીજીબાજુ આ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહ એ રિયા પર દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના સનસનીખેજ આરોપ મૂકયા છે, સાથો સાથ પટનામાં એફઆઇઆર પણ નોંધાવી છે.
રિયા ચક્રવવર્તીને ગણાવી ‘સુપારી કિલર’
તેમણે આરોપ મૂકયો છે કે રિયા ચક્રવર્તીને બચાવામાં બોલિવુડની એક ગેંગ લાગી ગઇ છે. આ લોકો માટે રિયા સુપારી કિલરનું કામ કરે છે. તેમણે કહ્યું કે આવા કલાકાર જે આ ગેંગની વાત માનતા નથી તેમને ફસાવીને આ પ્રકારનું પગલું ભરવા માટે મજબૂર કરાય છે. મંત્રી મહેશ્વર હજારે એ બોલિવુડની કેટલીક સેલિબ્રિટીઝ પર નિશાન સાંધ્યું છે.
બિહાર સરકારની યોજના અને વિકાસ વિભાગ મંત્રી મહેશ્વર હજારીએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ મૂકયા છે. તેમણે કહ્યું કે રિયા ચક્રવર્તી માત્ર એક સુપારી કિલર જ નહીં પરંતુ બોલિવુડની વિષકન્યા છે. જેને સુશાંત સિંહ રાજપૂતનો જીવ લઇ લીધો. મહેશ્વર હજારે એ કહ્યું કે આખા કેસનો ખુલાસો મુંબઇ પોલીસ કરી શકે નહીં એવામાં તેની તપાસ કરાવી જોઇએ.
આવી ‘સુપારી કિલર’ પર ઝડપથી કાર્યવાહી થવી જોઇએ.આ કોઇ પહેલી વખત નથી બન્યું કે જ્યાં કોઇ નેતાએ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવા માટે કહ્યું છે. અગાઉ જેડીયુ, આરજેડી, ભાજપા, એલજેપી સહિત કેટલીય પાર્ટીઓના નેતાઓએ સીબીઆઇ તપાસની માંગણી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP