ધ રિયલ હાઉસવાઈવ્સ (The Real Housewives): ‘ધ રિયલ હાઉસવાઈવ્સ’ એ અમેરિકન રિયાલિટી ટેલિવિઝન સિરીઝ છે. ફ્રેન્ચાઈઝીની શરૂઆત ‘ધ રિયલ હાઉસવાઈવ્સ ઓફ ઓરેન્જ કાઉન્ટી’થી થઈ હતી, જેનો પ્રથમ પ્રીમિયર 21 માર્ચ, 2006ના રોજ કેલિફોર્નિયામાં થયો હતો. વાનકુવર, મેલબોર્ન, ચેશાયર, ઓકલેન્ડ, સિડની, જોહાનિસબર્ગ, હંગેરી, એથેન્સ પછી આ ફ્રેન્ચાઈઝીની શ્રેણી દુબઈમાં પણ શરૂ થઈ. રિયલ હાઉસવાઈવ્સ ફ્રેન્ચાઈઝીની પ્રથમ શ્રેણી દુબઈ, UAE શહેરમાં રહેતી ઘણી સ્ત્રીઓના અંગત અને વ્યાવસાયિક જીવન પર કેન્દ્રિત હતી.
દુબઈ 2022ની ગૃહિણીઓનું પ્રીમિયર 1 જૂન 2022ના રોજ થયું હતું. જેમાં દુબઈની 6 સૌથી અમીર મહિલાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. તો ચાલો જાણીએ નેટવર્થના આધારે દુબઈની 6 સૌથી અમીર મહિલાઓ કોણ છે?
1.કેરોલિન સ્ટેનબરી (Caroline Stanbury)
લંડનમાં જન્મેલી કેરોલિન સ્ટેનબરી, જેણે લેડીઝ ઓફ લંડન (2014) શોમાં અભિનય કર્યો હતો, તે દુબઈની સૌથી ધનિક ગૃહિણી છે. તેમની સંપત્તિ લગભગ રૂ. 232.70 કરોડ (US$30 મિલિયન) છે. કેરોલિનના પહેલા પતિનું નામ સેમ હબીબ હતું, જેની સાથે તેને ત્રણ બાળકો હતા. મળતી માહિતી મુજબ, છૂટાછેડા પછી તેણે સમાધાન માટે તેના પહેલા પતિ પાસેથી માતબર રકમ મેળવી હતી.
View this post on Instagram
કેરોલિનના વર્તમાન પતિનું નામ સર્જિયો કેરાલો છે, જે ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી છે. કેરોલિન હાલમાં ‘કેરોલિન સ્ટેનબરી’ શુ લાઈનની માલિક છે જે વિશ્વની સૌથી લક્ઝરી જૂતાની બ્રાન્ડ માનવામાં આવે છે.
2. લેસા મિલાન (Lesa Milan)
ભૂતપૂર્વ મિસ જમૈકા વિજેતા અને ફેશન ડિઝાઇનર લેશા મિલાન નેટવર્થની દ્રષ્ટિએ બીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 31.7 થી 571 મિલિયન (US$5 મિલિયન – US$9 મિલિયન) વચ્ચે છે. લેસા મિલા મીના ‘રો મેટરનિટી’ નામની કપડાની બ્રાન્ડની માલિક છે.
View this post on Instagram
દુબઈ આવતા પહેલા, મિલાન જમૈકાથી મિયામી ગઈ હતી અને ત્યાં 8 વર્ષ રહી હતી. તેણીએ કરોડપતિ બીઝનેસમેન રિચાર્ડ હોલ સાથે લગ્ન કર્યા છે અને તેની સાથે ત્રણ બાળકો છે. મિલનને પ્રવાસ અને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે.
3. કેરોલિન બ્રુક્સ (Caroline Brooks)
25.39 થી 38.09 કરોડ (US$4 મિલિયન-US$6 મિલિયન)ની નેટવર્થ સાથે કેરોલિન બ્રૂક્સ UAEમાં ત્રીજા નંબરની સૌથી ધનિક ગૃહિણી છે. કોસ્મોપોલિટન મિડલ ઈસ્ટ અનુસાર, બ્રુક્સે દુબઈમાં પ્રોપર્ટી બ્રોકરેજ ફર્મના ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ વિશે વાત કરીએ તો, બિઝનેસ વુમનના 2.20 લાખ ફોલોઅર્સ છે અને તે તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળી હતી.
4. સારા અલ મદની (Sara Al Madani)
સારા અલ મદાનીએ 15 વર્ષની ઉંમરે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તે એક ખૂબ જ સારી વક્તા પણ છે જેણે 200 થી વધુ ભાષણો આપ્યા છે. તેણીની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, મદની હાલમાં હલ્હીની માલિક છે. તેમની કુલ સંપત્તિ લગભગ 6.34 કરોડ ડોલર (US$1 મિલિયન) છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.