રાજ્યમાં અવારનવાર મારામારીની ઘટનાઓ સામે આવતી હોય છે. કુલ 2 વ્યક્તિઓની વચ્ચે થયેલ મારામારીને કારણે ઘણીવાર વાત હત્યા સુધી પહોંચી જતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ ડાયમંડ સિટી એટલે કે, સુરત શહેરમાંથી સામે આવી રહી છે.
સુરતમાં આવેલ પાંડેસરા વિસ્તારમાં આજે રસ્તા પર જાહેરમાં મારામારી સર્જાઈ હતી. રિક્ષાવાળાએ રિક્ષાનું ભાડું માંગતતાં રિક્ષાચાલક તથા પેસેન્જરની વચ્ચે છૂટ્ટાહાથની મારામારી થઈ હતી. મારામારીનને લીધે થોડા સમય માટે માટે ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો.
TRB જવાને પોલીસ બોલાવતા મામલો શાંત પડ્યો :
મળી રહેલ જાણકારી મુજબ સુરતમાં આવેલ પાંડેસરા વિસ્તારમાં પીયુષ પોઇન્ટ પર એક રિક્ષાચાલક દ્વારા પેસેન્જરને ઉતારવામાં આવ્યો હતો. આ દરમિયાન રિક્ષાવાળાએ રિક્ષાનું ભાડું માંગતાં રિક્ષાચાલક તથા પેસેન્જરની વચ્ચે છૂટ્ટાહાથની મારામારી સર્જાઈ હતી.
રિક્ષાનાં ભાડા બાબતે થયેલ મારામારીને લીધે રોડ પર જતાં લોકો ઉભા રહી જતા ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. આ દરમિયાન TRB જવાને રિક્ષાચાલક તથા પેસેન્જરને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો. જો કે, TRB જવાનની હાજરીમાં જ મારામારી થતાં એક વ્યક્તિનો શર્ટ પણ ફાટી ગયો હતો. ત્યારપછી TRB જવાને 100 નંબર ફોન કરતાં પાંડેસરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી તથા મામલો શાંત પડ્યો હતો.
સુરત: રિક્ષાનું ભાડુ માંગતાં રિક્ષાચાલક અને પેસેન્જરની વચ્ચે થઈ છૂટ્ટાહાથની મારામારી -જુઓ વિડીયો… pic.twitter.com/8FPFtMT0BS
— Trishul News (@TrishulNews) October 4, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle