પાણીમાં રિક્ષા બંધ પડી તો નીચે ઉતરીને નાચવા લાગ્યો રિક્ષાવાળો- જુઓ વિડીયોમાં કેવી રીતે આફતને અવસરમાં ફેરવી

ગુજરાત(Gujarat): રાજ્યમાં ધોધમાર વરસાદ(Heavy rain)ને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે, આ પાણી માત્ર રસ્તા પર જ નહિ પરંતુ લોકોના ઘરમાં પણ ઘુસી ગયા છે. ત્યારે આ મુશળધાર વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ દુનિયામાં કેટલાય લોકો એવા છે કે, જે આફતમાં પણ ખુશખુશાલ જ રહે છે. ત્યારે આવો જ એક વિડીયો(Viral video) સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં ગુજરાતીઓ ક્યાય પાછા નથી પડી રહ્યા. અમુક એવા વિડીયો પણ સામે આવ્યા હતા જેમાં છુટ્ટા હાથે સૂતા-સૂતા બાઈક ચલાવતા દાદાનો એક વિડીયો પણ છે. ત્યારે હવે આ બધાની વચ્ચે હવે ગોઠણ સુધી ભરેલા વરસાદી પાણીમાં રિક્ષા બંધ પડી જવાને કારણે ભરૂચનો ડ્રાઈવર બોલિવૂડ સોંગ પર ડાન્સ કરતો હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જેને લઈને વિદેશથી પણ કોલ આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સોશિયલ મીડિયા પર વરસાદી પાણીમાં પોતાની રીક્ષા બંધ પડી જતા બાજુમાં મૂકી રમુજી શૈલીમાં ડાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે વીડિયો બનાવનાર વ્યક્તિ એટલે કે ટેક્સી અને રિક્ષાચાલક તરીકે કામ કરી ગુજરાત ચલાવતા નરેશભાઈએ વિડીયો અંગે જણાવતા કહ્યું હતું કે, લોકો જુદી જુદી રીતે તેમની સમસ્યાઓ અને પ્રશ્નોને રજૂ કરતા હોય છે, ત્યારે વરસાદના સમયે રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે સમસ્યાને તેમને અનોખી રીતે લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો અને આ વિડીયો બનાવવામાં આવ્યો હતો.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ખરેખરમાં આફતને અવસરમાં ફેરવે તે આપણો ગુજરાતી. કોઈ પણ મુશ્કેલીઓ આવે પણ આ ગુજરાતી પાછો પડે તેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

2 Replies to “પાણીમાં રિક્ષા બંધ પડી તો નીચે ઉતરીને નાચવા લાગ્યો રિક્ષાવાળો- જુઓ વિડીયોમાં કેવી રીતે આફતને અવસરમાં ફેરવી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *