રાજ્યમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણીવાર તો અકસ્માત એટલાં ભયંકર રીતે સર્જાતાં હોય છે કે, અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. સમગ્ર રાજ્યમાં આવી ઘટનાઓમાં વધારો તો થઈ રહ્યો છે.
આની સાથે જ સુરતમાં પણ આવી ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. સુરત પોલીસ કમિશનર કચેરીની સામેથી પસાર થઈ રહેલ રિક્ષા પલટી મારી ગઈ હતી. જેને કારણે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. રિક્ષાને સીધી કરીને પછી ચાલકને સામાન્ય ઈજા પહોંચી હોવાને લીધે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
મુસાફરો ન હોવાને લીધે દુર્ઘટના ટળી :
અઠવાલાઈન્સ સર્કલ પરથી મુસાફરો વિનાની રિક્ષા પસાર થઈ રહી હતી. આ દરમિયાન પોલીસ કમિશનર કચેરીની સામે પલટી મારી ગઈ હતી. રિક્ષામાં મુસાફરો ન હતા પણ રિક્ષા પલટી મારી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. રિક્ષા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેને લીધે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઈને રિક્ષાને સર્કલ પરથી એક બાજુ લેવામાં આવી હતી.
સ્ટીયરીંગ લોક થતા એક્સિડન્ટની આશંકા :
રસ્તા પરથી પસાર થઈ રહેલ રિક્ષા અચાનક પલટી મારી જવા અંગે સ્ટીયરીંગ લોક થઈ જતા અકસ્માત સર્જાયો હોવાનું જણાઈ રહ્યું છે. જો કે, સીધા રસ્તે દોડતી રિક્ષાના સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવ્યા પછી અકસ્માત સર્જાયો હોવાની પણ શક્યતાઓ રહેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle