ગુજરાત ની પ્રથમ કોરોના પોઝેટીવ દર્દી બન્યા બાદ સારવાર લઈ કોરોનાને માત આપનાર પ્રથમ વ્યક્તિ બનનાર યુવતી એ સોશયલ મીડિયા પર લોકો નો આભાર વ્યક્ત કર્યો. પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી યુવતી માટે પ્રાર્થના કરનાર સેવા કરનાર ડોકટરો સહીત તમામ શુભચિંતક નો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ અન્ય લોકો પણ જે કોરોના ની બીમારી થી પીડાઈ રહ્યા છે, તે પણ આ રોગ થી લડી જલદી સાજા થઈ જઈ તેવી પ્રાર્થના કરી.
સુરત ની રીટા બચકાનીવાલાના બંને રિપોર્ટ નેગેટિવ આવતા ગત રોજ નવી સિવિલ હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. રજા મળ્યા બાદ રીટા એ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને આવી રીતે આભાર વ્યક્ત કર્યો:
રીટા બચકાનીવાલાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે,” કૃતજ્ઞતા. અમે એક મોટા પ્લાનનો ભાગ છીએ જેની અમને ખબર નથી.
હું એક મહામારીમાંથી બહાર આવી છું, એક બચેલી મજબૂત બચેલી વ્યક્તિ તરીકે. આઇસોલેશન દરમ્યાન મારી પાસે વિચારવાનો, મારી સાથે જોડાવાનો અને આધ્યાત્મિકતાને પ્રતિબિંબિત કરવા માટે સમય હતો. હું જાણું છું, આ મેં મારા કુટુંબ, મિત્રો, શુભેચ્છકો અને સૌથી અગત્યનું મારા ભગવાનના સમર્થન વિના કર્યું ન હોત.
હું વિશ્વ માટે પ્રાર્થના કરું છું અને હું પ્રાર્થના કરું છું કે પ્રત્યેકને અસરગ્રસ્ત, સીધા કે આડકતરી રીતે મારી જેમ ઝડપથી સ્વસ્થ થઈ જાય. હું પણ તે લોકો માટે પ્રાર્થના કરું છું કે જેઓ મારી પીડામાંથી આનંદ મેળવવા માટે ગાંડા થયા છે. હું ગુજરાતનો પહેલો પોઝિટિવ કોરોનાવાયરસ કેસ બનવાની સફર ગુજરાતની પ્રથમ રિકવરી સુધી ચાલ્યો.
ઉલ્લેખનીય છે કે રીટા ના નામથી એક વિડીયો ફેલાવી ઘણા લોકોએ અફવા ફેલાવી હતી કે તેની હાલત ખુબ ગંભીર છે. રીટા લંડનની પરત આવ્યા બાદ બીમાર પડતા તેનો રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો અને તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ ગુજરાતનો પ્રથમ કોરોના કેસ બન્યો હતો.