સુરત શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં કડિયાકામનાં બહાને મોટર સાઈકલ ચોરી કરતી મધ્યપ્રદેશની આંતરરાજ્ય. ગેંગનાં સાગરીતને સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ચોરી કરેલ મોટર સાઈકલની સાથે ઝડપી પાડી મોટી માત્રામાં ચોરીનાં મોટર સાઈકલ કબ્જે કરી જુદા જુદા જિલ્લાનાં મોટર સાઈકલ ચોરીનાં ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
જેથી સુરત ગ્રામ્ય એલ.સી.બી અને પેરોલ ફલો સ્કોડ પોલીસનાં માણસો પેટ્રોલિંગમાં હતા તેમાં એલ.સી.બી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને બાતમી મળી હતી કે, નરેશ ક્મ્લેશ અને જેરામ બામણીયા નામનાં 2 ઈસમો તેમનાં સાગરીતો સાથે મળીને મોટર સાઈકલ ચોરી કરી મધ્યપ્રદેશ રાજ્ય ખાતે લઈ જનાર છે તેમજ તેથી એલ.સી.બી સ્ટાફનાં માણસો કામરેજ ખાતે જુદી જુદી રીતે વોચમાં ગોઠ્વાયા હતા.
બાતમીનાં આધારે એક 20 વર્ષનાં શખ્સ આવતા તેને રોકીને કડકાઈ પૂર્વક પૂછયા પછી બાતમીનાં આધારે ખરાય કરતા શખ્સે તેનું નામ નરેશભાઈ ગુજરીયા કલેશ કહ્યું હતું તેમજ પોતે ચલાવી લાવેલ મોટરસાયકલ ચોરીનું હોવા અંગેનું કબુલ્યું હતું તેથી એલ.સી.બી પોલીસે તેની અટકાયત કરી વધારે તપાસ આદરી હતી અને વધારે તપાસ આદરતા એલ.સી.બી પોલીસને મધ્યપ્રદેશની એક કડી મળી હતી તેમજ ત્યાં તપાસ અર્થે જતા પોલીસને મોટી સફળતા મળી હતી.
એમાં આરોપીએ એનાં સાગરીતો સાથેની મળીને 30 જેટલી મોટરસાયકલ ચોરી કરીને તેનાં ગામ ખાતે લઈ ગયા હતા જ્યાં એલ.સી.બી પોલીસને એક સાથે 30 જેટલી ચોરાયેલ બાઈકો જેની કુલ કિંમત રૂપિયા 7 લાખ 63 લાખનો મુદામાલ કબ્જે કરી આ ચોરીનાં ગુનામાં સંડોવાયેલ બીજા 4 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
જયારે પોલીસે પકડાયેલ આરોપીની વધારે પુછપરછ કરતા ખુલાસો થયો હતો કે, તેઓની ટોળકી સુરત ખાતે જુદા જુદા વિસ્તારોમાં તેમજ જિલ્લાઓમાં કડિયા કામ કરવા માટે આવે તે સમયે મોટર સાયકલની રેકી કરીને રાતમાં સાગરીતો સાથે મળીને મોટરસાયકલો ચોરી કરી મધ્યપ્રદેશ ખાતે મોકલી આપતા આવી રીતે જુદા જુદા જિલ્લા અને સુરત જીલ્લાનાં વિસ્તારોમાંથી મોટરસાયકલ ચોરીને ગુન્હાને અંજામ આપતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.