રૂપાલમાં વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળતા રસ્તા પર વહી શુદ્ધ દેશી ઘીની નદીઓ… જુઓ અદ્ભુત વિડીયો

ગાંધીનગર(Gandhinagar): નવરાત્રિ (Navratri)માં જેટલા ગુજરાત (Gujarat)ના ગરબા વખાણાય છે એટલી જ રૂપાલ (Rupal)ની પલ્લી પણ પ્રખ્યાત છે. માતાની પલ્લી પર લાખો લિટર ઘી(Ghee) ચઢાવાતું હોય અને એની નદીઓ ગામની ગલીઓમાં વહેતી હોય એવાં દૃશ્યો રૂપાલમાં જ જોવા મળે છે. ત્યારે હાલ કોરોના (Corona)કાળના બે વર્ષ બાદ પલ્લી નીકળી હતી. જેને પગલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ દરમિયાન લાખો લિટર ઘીનો અભિષેક કરતા રસ્તા પર જાણે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે પલ્લી મંદિરમાં પહોંચી હતી.

માનતા પૂરી થતા ભક્તો કરે છે ઘીનો અભિષેક:
આસો સુદ નોમની રાત્રે પણ સદીઓની પરંપરા અનુસાર માતાજીની પલ્લી નીકળી હતી. સામાન્ય રીતે પલ્લી એટલે  માતાજીનો ઘોડા વગરનો રથ. ત્યારે પલ્લીમાં એવી પ્રથા છે કે જે લોકોની માનતા પૂરી થઈ હોય તે અહીં ઘીનો અભિષેક કરે છે. ઉપરાંત બાળકો જન્મ્યા હોય તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે.

આ દરમિયાન ગામના યુવકો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. પલ્લી ચોકમાં નીકળે એટલે તેના પર ઘીનો અભિષેક કરવાનું શરૂ કરવામાં આવે છે. અને બાળકોને પલ્લીના માથે ટેકવાય છે. આ રૂપાલની પલ્લી ચાવડા, બ્રાહ્મણ, કુંભાર, વણિક, પટેલ, માળી, સુથાર, વણકર, વાળંદ, પીજારા વગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે. તેથી એમ કહી શકાય કે, આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતીક છે.

ડોલ ભરી ભરીને ઘીનો અભિષેક કરાયો:
માતાની પલ્લી એટલે માનો રથ, જેની ઉપર પાંચ પાંડવોના પ્રતીક સમી જ્યોત ઝળહળતી હોય છે. આ રથમાં સ્વંય માતા બિરાજમાન હોય છે. ત્યારે ભાવિક ભક્તો દ્વારા આ વખતે માતાજીની પલ્લી પર ઘીનો અભિષેક કરાયો હતો. આખી રાત દરમિયાન રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લી નીકળતા ડોલ ભરી ભરીને ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. બીજી તરફ માચાની પલ્લીના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે ભક્તોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

પાંડવોએ સૌથી પહેલા સોનાની પલ્લી બનાવી હતી:
જાણવા મળ્યું છે કે, સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્ચારે બાદ પાટણના રાજ સિદ્ધરાજે પણ ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી તેવો ઉલ્લેખ મળે છે. ત્યારે કોરોનાને કારણે બે વર્ષ દરમિયાન લોકો આવી શક્યા નહોતા. આ વખતે માતાજીનાં દર્શન કરવા માટે 8 લાખ જેટલા ભક્તો ઊમટ્યા હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *