ગુજરાતમાં કોરોના વાયરસ નો કહેર યથાવત છે. સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર પર્વત પાટિયા વિસ્તારના રહીશ ૬૨ વર્ષીય વૃદ્ધ નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. સુરતમાં અત્યાર સુધી કોરોના ના કુલ 8 પોઝિટિવ દર્દી નોંધાયા છે. જે પૈકી અત્યાર સુધી એક નું મોત નિપજ્યું છે. આ વૃદ્ધનો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતી થયું છે. કારણકે આ વૃદ્ધ સુરતની RKTM ટેક્સટાઈલ માર્કેટમાં નોકરી કરતા હતા. જ્યાં રોજ હજારોની ભીડની અવરજવર રહેતી હોય છે.
ટેક્સટાઈલમાં કામ કરતા કર્મીને રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર એ સુરતના RKT માર્કેટ માં છેલ્લા 15 દિવસમાં વિઝીટ કરી ગયેલા લોકોને હોમ કોરેન્ટાઇન રહેવા સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે સુરતની ટેક્સટાઈલ માર્કેટને પણ લોકડાઉનની જાહેરાત બાદ બંધ કરી દેવામાં આવી હતી.
દેશવાસીઓ સતત સોશિયલ મીડીયામાં માંગ કરી રહ્યા છે કે દેશના નેતાઓ આ મહામારી માટે પોતાની ગ્રાન્ટમાંથી લોકોને મદદ કરે ત્યારે સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર વિજયભ પાનસેરીયાએ કોરોના વાયરસ સામે લડવા માટે પોતાને ફાળવાયેલી ગ્રાન્ટ વાપરવા આપી છે. પાનસેરીયાએ 7 લાખ 45 હજાર એક સો ચાલીસ રૂપિયા કોરોના સામે લડવા માટે ગ્રાન્ટમાંથી ફાળવ્યા છે. અદ્યતન મશીનો સાધન સામગ્રી વસાવવા, દવાઓ / ૨સીઓ, કંજ્યુંએબલ સામગ્રી સહિત અન્ય જરૂરી આરોગ્ય વિષયક સાધન સામગ્રીની ખરીદી કરવા માટે ફાળવવામાં આવી.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/