પાણીમાં કરંટ લાગતા તરફડી રહેલ બાળકનો દાદાએ બચાવ્યો જીવ, કાચા-પોચા હૃદયના લોકો ના જુએ આ વિડીયો

Published on Trishul News at 2:47 PM, Wed, 27 September 2023

Last modified on September 27th, 2023 at 2:47 PM

Children electrocuted in Uttar Pradesh: ઉત્તરપ્રદેશના વારાણસીમાં પડેલા વરસાદના કારણે ભરાયેલા પાણીમાં એક બાળકતે પાણીમાં પડી ગયું હતું. તે પાણીમાં કરંટ હતો. જે કારણે તે તરફડિયાં મારવા લાગ્યો હતો. તે દરમિયાન એક વૃદ્ધે હિંમત બતાવી બાળકનો જીવ બચાવ્યો હતો. તે દરમિયાન સ્થળે હાજર(Children electrocuted in Uttar Pradesh) અન્ય લોકો માત્ર દર્શક બનીને ઉભા રહ્યા હતા.આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. લોકો વૃદ્ધના વખાણ કરી રહ્યા છે.

રસ્તા પર પાણી ભરાઈ જતા ઇલેક્ટ્રિક પોલમાં કરંટ ઊતર્યો
આ મામલો વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશનના હબીબપુરા વિસ્તારનો છે તેવું સામે આવી રહ્યું છે. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. તે જગ્યાએ ઈલેક્ટ્રીક પોલ પણ હતો. આ પોલના કારણે તે પાણીમાં કરંટ ઉતરી આવ્યો હતો. ત્યાં ઉભા રેહલા એક બાળકને કરંટ લગતા તે પાણીમાં પડી ગયો હતો. તે દરમિયાન રસ્તા પરથી મુસાફરોને લઈને એક ઈ-રિક્ષા પસાર થઈ રહી હતી. બાળકને કરંટના કારણે તરફડિયાં મારતો જોઈ રિક્ષા ત્યાં રોકાઈ ગઈ હતી.

વૃદ્ધે બચાવ્યો બાળકનો જીવ
બાળકને પાણીમાં તરફડિયાં મારતો જોઈ ત્યાં ઉભેલા એક વૃદ્ધ વ્યક્તિ આગળ આવ્યા અને તેને બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ તેમને પણ કરંટ લાગ્યો અને તે પાછા ખસી ગયા હતા. આ દરમિયાન એક અન્ય વૃદ્ધ વ્યક્તિએ રસ્તા પર ટ્રાફિક રોકવા માટે હાથ બતાવ્યો હતો. ત્યારપછી વૃદ્ધે એક વ્યક્તિ પાસેથી દંડો માંગો અને ફરી બાળકને દંડા વડે બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા. વૃદ્ધે દંડો બાળક તરફ લંબાવ્યો અને બાળકે હાથથી પકડી લીધો. વૃદ્ધે બાળકને પોતાની તરફ ખેંચ્યો જેથી તે રીતે બાળકનો જીવ બચાવ્યો હતો.

Be the first to comment on "પાણીમાં કરંટ લાગતા તરફડી રહેલ બાળકનો દાદાએ બચાવ્યો જીવ, કાચા-પોચા હૃદયના લોકો ના જુએ આ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*