એકાએક દુકાનો તોડી હોટલમાં ઘુસ્યો બેકાબુ ટ્રક, જમવા આવેલા પરિવારને પીરસાયું મોત- ત્રણના મોત

દિવસોમાં અનેક માર્ગ અકસ્માતો(accident) થઇ રહ્યા છે. હાલમાં જ એક ભયંકર માર્ગ અકસ્માત સામે આવ્યો છે. બુધવારે બપોરે એક પુરપાટ ઝડપે આવતો ટ્રક(truck) સીધો હોટલમાં…

દિવસોમાં અનેક માર્ગ અકસ્માતો(accident) થઇ રહ્યા છે. હાલમાં જ એક ભયંકર માર્ગ અકસ્માત સામે આવ્યો છે. બુધવારે બપોરે એક પુરપાટ ઝડપે આવતો ટ્રક(truck) સીધો હોટલમાં ઘુસી ગયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે લગભગ એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના હાજીપુરના પાતેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બહુઆરા ચોક પાસે બની હતી. રસ્તાની બાજુમાં આવેલી લાઈન હોટલમાં ટ્રક ઘુસી ગયો હતો. આ પછી ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. આ લોકો જમવા માટે આ હોટલમાં આવ્યા હતા.

ઘટનાના સંબંધમાં લોકોનું કહેવું છે કે ટ્રક સમસ્તીપુરથી આવી રહ્યો હતો. હોટલની સામે ઈ-રિક્ષા અને બાઇકને કચડીને તે સીધો હોટલમાં જમી રહેલા લોકો પર ચઢી ગયો હતો. કેટલાક ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં અને કેટલાકને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. આ મામલે મહુઆના એસડીપીઓ પૂનમ કેસરીએ કહ્યું કે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.બે લોકો ગંભીર છે અને 11થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. હાલ પોલીસના હાથે ટ્રક ચાલક ઝડપાઈ ગયો છે.

કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી પણ શકે છે. અહીં આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ મુતદેહને સ્થળ પરથી ઉપાડવા દીધા ન હતા. હંગામો લાંબા સમય સુધી ચાલ્યો હતો. આ મામલામાં વિસ્તારના વડાના પુત્ર પંકજ કુમારે જણાવ્યું કે લગભગ 15 થી 16 લોકો પર ગાડી ચડી ગઈ હતી. ટ્રક ચાલક દારૂના નશામાં હતો, જે બાદ આ ઘટના બની હતી. હાલમાં પોલીસે દારૂ પીવાની વાતને સમર્થન આપ્યું નથી. ઘટનાને પગલે લોકોએ રોડ જામ કરી દીધો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *