છેલ્લા કેટલાય સમયથી એલઆરડી ભરતી પરીક્ષામાં અન્યાય સહન કરી રહેલી બિન અનામત વર્ગ ની 300થી વધુ યુવતીઓ આજે ગાંધીનગરમાં કલેક્ટર ઓફિસ પાસે મુખ્યમંત્રીએ મળવા માટે સમયન આપતા રસ્તા પર બેસી જઈ ને રસ્તો રોકી દીધો છે.
આંદોલનકારી બિન અનામત વર્ગની યુવતીઓની માંગ છે કે તાત્કાલિક સરકાર આ બાબતે નિર્ણય કરે અને અમને ન્યાય આપે અમે કોઈની નોકરી મેળવવા માંગતા નથી પરંતુ અમે અમારા હકની નોકરી માંગીએ છીએ. મુખ્યમંત્રી છેલ્લા બે મહિનાથી અમારા પત્રનો જવાબ ન આપી રહ્યા હોય તો અમારે રસ્તા જ રોકવા પડે.
આ સમરસતા ચિંતન શિબિર દરમિયાન કરણી સેનાના શ્રી રાજ શેખાવત પણ હાજર રહ્યા હતા, તેઓએ પોતાની વાત કરતાં જણાવ્યું હતું કે બિન અનામત વર્ગને થતા અન્યાય બાબતે આંદોલનને તેમનું સંપૂર્ણ સમર્થન છે. હવે તો વિજય કે વીરગતિ બંનેમાંથી એક તો મેળવીને જ રહીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.