હાલમાં એક કૃપા જ્વેલર્સના શો-રૂમના માલિક ઉપર લૂંટારૂએ ચાકૂથી જીવલેણ હુમલો કરીને શો-રૂમમાંથી સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. જોકે, લૂંટારૂ CCTVમાં કેદ થઈ ગયો હતો. રોડ વિસ્તારમાં ધોળે દિવસે બનેલા લૂંટના બનાવે હોબાળો મચાવી મુક્યો હતો. પોલીસે લૂંટના બનાવનો ભેદ ઉકેલવા માટે CCTV ફૂટેજ કબજે કરીને તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારૂ કોઇ અજાણી વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે.
જીવલેણ હુમલો કરીને લૂંટારૂઓએ લૂંટ ચલાવી
શો-રૂમના માલિક રાજેશભાઇ રમણભાઇ સોની છે. મૂળ પાદરાના વતની અને હાલ જૂના પાદરા રોડ પર પરિવાર સાથે રહેતા 55 વર્ષના રાજેશભાઇ સોની બપોરના 12:30 થી 1 વાગ્યાની આસપાસ પોતાના શો-રૂમમાં હતા. તે સમયે એક વ્યક્તિ શો-રૂમમાં ઘુસી આવ્યો હતો. અને રાજેશભાઇ સોની કંઇ વિચારે તે પહેલા જ ફિલ્મી ઢબે તેઓ ઉપર ચાકૂથી જીવલેણ હુમલો કર્યો હતો. અને શો-રૂમના ડિસ્પ્લે તેમજ બે ડ્રોઅરમાં મૂકેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી ગણતરીની મિનિટોમાં ફરાર થઇ ગયો હતો.
જ્વેલર્સને લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયા
બીજી બાજુ શો-રૂમમાંથી ચિસો અને અવાજ આવતા આજુબાજુમાં રહેલી અન્ય દુકાનો અને શો-રૂમના માલિકો-કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા. આ સાથે આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ટીમ દોડી આવી હતી. તે સાથે અડિશનલ સી.પી., ડી.સી.પી. ક્રાઇમ, એ.સી.પી., ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી. બ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ સ્થળ પર દોડી આવી હતી. સ્થળ ઉપર પહોંચેલી પોલીસે પ્રથમ લોહીલુહાણ હાલતમાં શો-રૂમમાં બેસી રહેલા અને ગળાના ભાગે ચાકૂનો ઘા વાગતા ગંભીર ઇજા પામેલા રાજેશભાઇ સોનીને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. આ બનાવને પગલે શો-રૂમ પાસે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.
લૂંટારૂ અને જ્વેલર્સ શો-રૂમના માલિક વચ્ચે દોઢ કલાક ચર્ચા થઈ
આ બનાવ અંગેની જાણ થતાં સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારીઓએ સ્થાનિક લોકો પાસેથી પ્રાથમિક વિગતો મેળવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શો-રૂમના માલિક રાજેશભાઇ સોની અને જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવનાર વચ્ચે લગભગ એકથી દોઢ કલાક સુધી પહેલા ચર્ચા થઇ હતી. ચર્ચા દરમિયાન લૂંટારાએ જીવલેણ હુમલો કરી શો-રૂમમાંથી સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસનું માનવું છે કે, નાણાંની લેવડ-દેવડમાં હુમલાખોરે હુમલો કરીને લૂંટ ચલાવી હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
પોલીસે CCTVની મદદથી તપાસ શરૂ કરી
આ બનાવ અંગે ડી.સી.પી. કરણરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, તાંદલજા રોડ ઉપર રાજવી ટાવરમાં આવેલા માં કૃપા શો-રૂમમાં બપોરના સમયે એક વ્યક્તિ ઘુસી આવ્યો હતો અને જ્વેલર્સના માલિક રાજેશભાઇ સોની ઉપર જીવલેણ હુમલો કરી સોનાના દાગીનાની લૂંટ કરી ભાગી ગયો હતો. આ લૂંટનો ભેદ ઉકેલવા માટે શો-રૂમ સહિત આસપાસ લાગેલા CCTV ફૂટેજ મેળવીને અલગ-અલગ પોલીસ ટીમો દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે હાલ જે.પી.પોલીસ મથક દ્વારા અજાણી વ્યક્તિ સામે લૂંટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટના વડોદરાના તાંદલજા રોડ પર બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle