સુરત: પુણામાં લૂંટ કરતી ગેંગ ઝડપાઇ, જાણો બેંક કર્મચારી પાસેથી લુંટ્યા હતા કેટલા રૂપિયા

ગુજરાતમાં અવાર-નવાર ચોરીની ઘટના સામે આવતી રહે છે. ત્યારે સુરતમાંથી પણ દિવાળીના 2 દિવસ પહેલા પુણા વિસ્તારમાંથી ખાનગી બેંક કર્મચારી પાસેથી 70 હજારની લૂંટ ચલાવી હતી. આજ રોજ પુણા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉમરવાડા રાજીવનગર ઝૂપડપટ્ટી પાસે ગઈકાલે ટાટા કેપિટલ હાઉસીંગ ફાઈનાન્સ લીમીટેડ કંપનીના કલેકશન બોય પાસેથી અજાણ્યાઍ લોનના હપ્તાની ઉઘરાણીના રૂપિયા 70,640 ATM કાર્ડ સહિતના મહત્વના ડોક્યુમેન્ટ સાથેની બેગ લૂંટી ગયો હતો. યુવકે પીછો કરતા લૂંટારૂઍ છરો બતાવી ધમકાવ્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે પુણા પોલીસના જણાવ્યા અનુસાર, મૂળ ઓરીસ્સાનો વતની અને સુરતના લીંબાયત ન્યુ ગોડાદરા રોડ મહારાણા ચોકની પાસે મહારાણા પ્રતાપનગર ઘર નં.128 માં રહેતો 33 વર્ષીય રાજીબકુમાર અનાદી તરાઈ ટાટા કેપીટલ હાઉસીંગ ફાઈનાન્સ લીમીટેડ કંપનીમાં કલેક્શન એજન્ટ તરીકે નોકરી કરે છે.

ગત સોમવારે સાંજે 4 વાગ્યે તે કલેક્શનના 70,640 રૂપિયા પોતાની બેગમાં મૂકી ઉમરવાડા રાજીવનગર ઝુપડપટ્ટીમાં જય અંબે ઈલેક્ટ્રોનિક્સ દુકાનની પાસેથી પસાર થતો હતો ત્યારે 20 થી 25 વર્ષનો અજાણ્યો યુવાન રાજીબકુમાર સાથે ધક્કામુક્કી કરી બેગ લઈને ભાગ્યો હતો. રાજીબકુમારે તેનો પીછો કર્યો હતો પરંતુ લૂંટારુ તેને તિક્ષ્ણ અણીવાળી છરી બતાવી ભાગી છૂટ્યો હતો.

બેગમાં કલેક્શનના રૂપિયા ઉપરાંત રાજીબકુમારનું પર્સ અને સ્ટીલની પાણીની બોટલ પણ હતી. પર્સમાં પરચુરણ રૂપિયા, અસલ ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, આર.સી.બુક, પાનકાર્ડ, બેન્ક ઓફ બરોડાનુ એટીએમ કાર્ડ, એચ.ડી.એફ.સી.બેન્કનુ એટીએમ કાર્ડ તથા ચેક બુક અને ભારત ગેસની બુક હતી. લૂંટની ઘટના અંગે રાજીબકુમારે ગતરાત્રે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટારુને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *