ટીમ ઈન્ડિયા (Team India) ને ફરી એકવાર નસીબ છેતરી ગયું છે. બીજી સેમીફાઈનલ (Semifinal) માં મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 168 રન બનાવ્યા હતા. પરંતુ ઈંગ્લેન્ડ (England) ના બેટ્સમેનોએ એટલી ધોલાઈ કરી કે ભારતીય બોલરોએ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી હતી. કારણ કે ભારતનો એક પણ બોલર એક પણ વિકેટ લઇ શક્યો ન હતો. ઈંગ્લેન્ડે આ મેચ 10 વિકેટે જીતી હતી, એલેક્સ હેલ્સે 86 અને જોસ બટલરે 80 રન બનાવ્યા હતા.
ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમની સફર પૂરી થઈ ગઈ છે. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે 10 વિકેટથી હાર બાદ ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે, મેચ બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ભાવુક થઈ ગયો હતો. રોહિત શર્મા ડગઆઉટમાં ભાવુક થતો જોવા મળ્યો હતો, જ્યાં તે પોતાના આંસુ સાફ કરી રહ્યો હતો.
મેચ ખતમ થયા બાદ જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઈંગ્લેન્ડની ટીમ સાથે તેમના ડગઆઉટમાં પહોંચ્યા ત્યારે રોહિત શર્મા ભાવુક થઈ ગયા હતા. લાંબા સમયથી રોહિત શર્મા રાહુલ દ્રવિડ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. બંનેએ થોડીવાર વાત કરી અને ત્યારબાદ રોહિત શર્મા ભાવુક થઈ ગયો, જ્યાં કોચ રાહુલ દ્રવિડ તેને સંભાળતા જોવા મળ્યા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ મેદાનમાં નિરાશ જોવા મળ્યો હતો. 10 વિકેટની કારમી હાર બાદ વિરાટ કોહલી મેદાનમાં નિરાશ જોવા મળ્યો હતો, તેણે કેપ વડે પોતાનું મોઢું પણ છુપાવ્યું હતું. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા પહેલીવાર રોહિત શર્માની કેપ્ટન્સીમાં ICC ઈવેન્ટમાં રમી રહી હતી, પરંતુ અહીં ટીમ સાથે સેકંડો ચાહકોનું દિલ તૂટી ગયું હતું. ભારતની સફરનો અંત આવ્યો અને ફરી એકવાર અમે સેમિફાઇનલમાં હારી ગયા. જો આ મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 168 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે 10 વિકેટે મેચ જીતી લીધી હતી.