Rohit Sharma Viral Video: રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ભારત પરત ફરી છે. ચાહકોએ વર્લ્ડ કપ વિજેતા ટીમને આવકારવા માટે કોઈ કસર છોડી ન હતી. દિલ્હીના એરપોર્ટથી લઈને મુંબઈના રસ્તાઓ પર ટીમ ઈન્ડિયાની એક ઝલક મેળવવા ચાહકોની ભીડ જામી હતી. ચાહકોએ કેપ્ટન રોહિત શર્મા,(Rohit Sharma Viral Video) ઈન્ડિયાના રાજા રોહિત શર્માના નારા પણ લગાવ્યા હતા. આ બધા વચ્ચે રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રોહિતનો વિડીયો વાયરલ થયો
ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. આ પછી ભારતીય ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમની સાથે નાસ્તો કર્યો. આ બેઠક બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી. જ્યાં ભારતીય ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે.
ટીમ ઈન્ડિયાએ મરીન ડ્રાઈવથી વાનખેડે સુધી વિજય પરેડ યોજી હતી. આ વિજય પરેડ જોવા મરીન ડ્રાઈવ ખાતે લાખો ચાહકો એકઠા થયા હતા. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા લાખોની ભીડ વચ્ચે બસમાંથી નીચે ઉતર્યો અને દોડતો અને ડાન્સ કરતો સ્ટેડિયમ પહોંચ્યો. બાકીની ટીમ બસમાં જ રહી. તેનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રોહિત અને વિરાટે સ્ટેડિયમમાં ડાન્સ કર્યો હતો
વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા બાદ રોહિતે વિરાટ કોહલીને પોતાની સાથે સ્ટેન્ડ તરફ ખેંચ્યો અને બંનેએ ભાંગડા પરફોર્મ કર્યું. બંનેએ ચક દે ઈન્ડિયા ગીત પર ખેલાડીઓ સાથે જોરશોરથી ડાન્સ કર્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પછી BCCIએ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી.
VIDEO | T20 World Cup-winning Indian cricket team arrived at Wankhede Stadium in Mumbai. pic.twitter.com/UHd1Wr4QuQ
— Press Trust of India (@PTI_News) July 4, 2024
રોહિત શર્મા અચાનક બસમાંથી ઉતરી ગયો
ટીમ ઈન્ડિયા માટે વિનિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓ હાજર રહ્યા હતા. વાનખેડે સ્ટેડિયમમાં પણ ભારતીય ટીમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિનિંગ પરેડ દરમિયાન ટીમ ઈન્ડિયાની બસ જ્યારે વાનખેડે સ્ટેડિયમ પહોંચી ત્યારે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા બસમાંથી નીચે ઉતર્યો અને લાખોની ભીડ વચ્ચે ડાન્સ કરતો સ્ટેડિયમ પહોંચ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App