Khatron Ke Khiladi 14: સ્ટંટ આધારિત રિયાલિટી ટીવી શો ખતરોં કે ખિલાડી(Khatron Ke Khiladi 14) 14ને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ઘણા લોકપ્રિય સ્પર્ધકો શોમાં ખતરનાક સ્ટંટ કરતા જોવા મળશે. દર વખતની જેમ આ વખતે પણ રોહિત શેટ્ટી ખતરોં કે ખિલાડીની 14મી સીઝન હોસ્ટ કરવા જઈ રહ્યો છે. પરંતુ એક અહેવાલો અનુસાર, આ વખતે રોહિત શેટ્ટીએ તેની પચાસ ટકા જેવી ફી વધારવાની માંગ કરી છે.
રોહિત શેટ્ટીએ શોની ફી વધારી?
‘ખતરો કે ખિલાડી સીઝન 14’ના સ્પર્ધકોના નામ પણ બહાર આવવા લાગ્યા છે. આ દરમિયાન હવે આ શો સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે રોહિત શેટ્ટીએ આ સિઝનને હોસ્ટ કરવા માટે ફી વધારવાની માંગ કરી છે. હવે નિર્માતાઓ મોટી રકમની માંગ કરી રહ્યા છે જે જોઈને તમે દંગ રહી જશો. તેમણે અમુક લાખના વધારાની માંગણી નથી કરી પરંતુ 50 ટકાના વધારાની સીધી વાત કરી છે.
હવે એક એપિસોડ માટે આટલો ચાર્જ
મીડિયા રિપોર્ટ્સ એ પણ કહે છે કે ગત સિઝનમાં રોહિત શેટ્ટીએ એક એપિસોડ દીઠ 50 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા. એક એપિસોડ હોસ્ટ કરવા માટે 50 લાખ ખરેખર મોટી રકમ છે. પરંતુ હવે રોહિત શેટ્ટી આના કરતા પણ વધુ પૈસા લેવા જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ‘ખતરો કે ખિલાડી સીઝન 14’ હોસ્ટ કરવા માટે, રોહિત દરેક એપિસોડ માટે 60 થી 70 લાખ લેવા જઈ રહ્યો છે, એટલે કે આખી સીઝન માટે તેની ફી લગભગ 16 કરોડ રૂપિયા હશે.આવી સ્થિતિમાં આ દાવામાં કેટલી સત્યતા છે તેના પર વાત કરવી મુશ્કેલ છે.
શું છે અફવાઓનું સત્ય?
હવે માત્ર રોહિત શેટ્ટી અથવા ચેનલ જ જાણે છે કે આ અફવાઓમાં કેટલું સત્ય છે. જો આ વખતે રોહિત શેટ્ટીની ફી વધી જાય તો શોમાં જોખમનું સ્તર પણ વધી શકે છે. સેલિબ્રિટીઓ માટે તેમના ડર સામે લડવાનો પડકાર વધુ મુશ્કેલ બનતો જણાય છે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે ટીવી અને સિનેમા જગતના કયા જાણીતા સ્ટાર્સ આ શોનો હિસ્સો બને છે અને કેવી રીતે એકબીજાને હરાવવાનો પૂરો પ્રયાસ કરે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App