ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે શનિવારથી શહેરભરમાં ગણેશોત્સવની શરૂઆત થઇ ગઇ છે. ગણેશ ચર્તુથીના પાવન તહેવારમાં લોકો જાત જાતના ગણેશજીનુ સ્થાપન કરતા હોય છે. ગણપતિ ઉત્સવમાં પર્યાવરણ જાળવણીને ધ્યાને રાખીને થોડા વરસોથી ઇકોફ્રેન્ડલી ગણપતિની સ્થાપનાનો ટ્રેન્ડ વધ્યો છે. ત્યારે, સુરત શહેરના કતારગામમાં સુમુલ ડેરી પાસે શાંતિનિકેતનમાં રહેતા રોમા પટેલ છેલ્લા ચાર વર્ષથી ચોકલેટ મેકર છે.
તેમણે બે દિવસની મહેનત કરી ચોકલેટમાંથી ગણપતિ બનાવ્યાં છે. 100 ટકા વેજીટેબલ ચોકલેટમાંથી 14 કિલોના 2 ફુટ ફેન્સી ગણેશજીની પ્રતિમા બનાવી છે. જે બનાવવા માટે દાંઘ ચોકલેટ અને એડીબલ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગણપતિની પ્રતિમાં પાઘડી, મોદક, કાનની બુટી, દાંત સહિતનું આર્ટવર્ક કરવામાં આવ્યું છે. સુંઢનો પણ વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો છે. ઘરની અંદર વિસર્જન વખતે ૬૦ લિટર દૂધમાં વિસર્જિત કરી અનાથ આશ્રમમાં આપવામાં આવે છે.
રોમા પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ ડિઝાઇનની ગણેશજીની ચોકલેટની પ્રતિમા બનાવું છું. થોડાક વરસો પહેલા ગણેશજીના વિસર્જન બાદ પ્રતિમા તુટેલી, વિખરાયેલી પડેલી જોઇ હતી. દસ દિવસની ઉપાસના પછી શ્રીજીની હાલત આવી ગંભીર થતી હોવાથી લાખો લોકોની ધાર્મિક લાગણી દુભાતા મે ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યુ.
ધીમે ધીમે લોકો ચોકલેટના ગણપતિ અંગે જાણતા થયા અને તેનો ક્રેઝ પણ વધવા માંડયો છે. ચોકલેટના ગણેશજીનું વિસર્જન દુધમાં કરવાથી ચોકલેટ મિલ્કમાં ફેરવાઇ જાય છે. ચોકલેટ મિલ્ક બાદ ગરીબ, અનાથ બાળકોમાં પ્રસાદ વહેંચી દવ છું. લોકો પીઓપીની મૂર્તિઓનો બહિષ્કાર કરીને માટીની અને ચોકલેટની મૂર્તિઓની સ્થાપના કરીને પર્યાવરણની જાળવણી કરવા માટેના પ્રયાસો કરૂ છું. એટલું જ નહિ રોમા બેને ચોકલેટના ગણેશની પ્રતિમા બનાવીને વેચાણ પણ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews