વિરાટ કોહલી કરતા વધારે સેલેરી મેળવે છે આ બે ખેલાડીઓ- આંકડો જાણીને દંગ રહી જશો

ભારતીય ક્રીક્રેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને કોણ ન ઓળખતું હોય. વિરાટ કોહલીને નામે ઘણા રેકોર્ડ રહેલા છે. કોહલીને લાખો-કરોડો રૂપિયા ક્રિક્રેટમાંથી મળી રહે છે ત્યારે હાલમાં એક એવી જાણકારી સામે આવી છે કે, જેને જાણીને આપને ખુબ આશ્વર્ય થશે.

સેલેરીની રકમ જાણીને દંગ રહી જશો:
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં દુનિયાનો સૌથી અમીર ક્રિકેટર છે. વિરાટ વર્ષમાં એટલી કમાણી કરે છે કે, જેટલું એક સામાન્ય માણસ વિચારી પણ શકતો નથી. 2 ખેલાડીઓ એવા છે કે, જે વિરાટ કરતાં પણ વધુ પૈસા કમાય છે.

આ ખેલાડીઓએ વિરાટને પણ છોડ્યો પાછળ:
કોહલીનું નામ BCCIના ગ્રેડ A+ કોન્ટ્રાક્ટમાં આવે છે. જેનાં હિસાબે વિરાટને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળી રહે છે. કોહલી સૌથી વધુ સેલેરી મેળવનાર ખેલાડી છે પણ ક્રિકેટમાં સૌથી વધુ સેલેરી મેળવનાર ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ છે. આની સિવાય જોફ્રા આર્ચર પણ કોહલી કરતાં વધુ કમાણી કરે છે.

કરોડોમાં રહેલી છે રુટ-આર્ચરની સેલેરી:
વિરાટ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સેલેરી મેળવનાર જો રૂટ તથા જોફ્રા આર્ચરથી પાછળ છે. ECBના વર્ષ 2021-’22 ટેસ્ટ કોન્ટ્રાક્ટ મુજબ રૂટ તથા આર્ચરને વિરાટ કરતાં વધુ સેલેરી મળે છે. ECBના કોન્ટ્રાક્ટ પ્રમાણે A+ ગ્રેડના ક્રિકેટર્સને કુલ 7.22 કરોડ રૂપિયા વાર્ષિક સેલેરી મળે છે.

રોહિત-બુમરાહને મળે છે વિરાટ જેટલી સેલેરી: 
વિરાટની સિવાય રોહીત શર્મા તથા જસપ્રીત બુમરાહને પણ વાર્ષિક 7 કરોડ રૂપિયા સેલેરી મળે છે. આની સિવાય ગ્રેડ એમાં આવનાર ખેલાડીઓને BCCI વાર્ષિક 5 કરોડ રૂપિયા સેલેરી મળે છે તેમજ B ગ્રેડમાં આવતા ખેલાડીઓને 3 કરોડ રૂપિયા મળી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *