19મી ડિસેમ્બરે સુરત જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે “રૂટ્ઝ 2022” બીટુબી જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં છે. આ એક્ઝિબિશનમાં પ્રદર્શનમાં 250 જ્વેલરી ઉત્પાદકો દ્વારા અલગ અલગ અને અદ્ભુત પ્રકારની જ્વેલરી મુકવામાં આવી છે. તે એક્ઝિબિશનમાં રિયલ ડાયમંડમાંથી બનાવવામાં આવેલા ક્રિકેટ બોલ, 30 લાખ રૂપિયાનો ક્રોકોડાઈલ નેકલેસ અને 5 લાખ રૂપિયાની સિસોટી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
15,000 ડાયમંડ જડિત ક્રોકોડાઈલ નેકલેસ
“રૂટ્ઝ 2022” બીટુબી જ્વેલરી એક્ઝિબિશનમાં ક્રોકોડાઈલ નેકલેસ પણ મુકવામાં આયો છે. ક્રોકોડાઈલ નેકલેસમાં 330 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ક્રોકોડાઈલ નેકલેસ બનાવવા માટે 5 મહિનાનો સમય લાગ્યો હતો. આ નેકલેસની ખાસિયત એ છે કે, જેમાં 8 હજાર રીયલ ડાયમંડ અને 7 હજાર કલર સ્ટોન મળી 15 હજાર નંગ હીરાનો ઉપયોગ આ ક્રોકોડાઈલ નેકલેસમાં કરવામાં આવ્યો છે.
20 લાખનો ક્રિકેટ બોલ
“રૂટ્ઝ 2022” બીટુબી જ્વેલરી એક્ઝિબિશનમાં એક ક્રિકેટ બોલ મુકવામાં આવ્યો છે, જેની કીમત 20 લાખ છે, જીજેઈપીસીના ચેરમેનએ કહ્યું હતું કે, આ ક્રિકેટ બોલ નું વજન 200 ગ્રામ છે. તેમાં ચાંદી-નેચરલ ડાયમંડ વાપરવામાં આવ્યા છે. 140 કેરેટ હીરામાં 115 કેરેટ રાઉન્ડ અને 25 કેરેટ એમરલ્ડ હીરા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
5 લાખની સિસોટી
એક્ઝિબિશનમાં મુકવામાં આવેલી સિસોટીની કિંત રૂપિયા 5 લાખ છે. આ સિસોટી સોના અને હીરાથી ત્યાર કરવામાં આવી છે. તેમાં 25 ગ્રામ સોનુ, 12 કેરેટ નેચરલ હીરાથી જડાય છે. આ સિસોટીને બનાવવા માટે 15 દિવસનો સમય લાગ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.