આજથી 3 દિવસ તોફાની વરસાદનો રાઉન્ડ! મેઘરાજા ગુજરાતને ગાજવીજ સાથે ધમરોળશે

Gujarat Rainfall Alert: હવામાન વિભાગે રાજયભરમા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.આ વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે રહેશે,આજે નર્મદા,ભરૂચ,સુરતમાં વરસાદની આગાહી (Gujarat Rainfall Alert) કરવામાં આવી છે.તેમજ માછીમારોને અગામી બે દિવસ દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે તેમજ ,હજી ભેજવાળું વાતાવરણ હોવાથી ઉકળાટ રહી શકે છે.

જાણો આજે કયાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે નર્મદા, ભરૂચ, સુરત,પોરબંદર, જૂનાગઢ,ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જયારે સુરત, ડાંગ,નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી,પોરબંદર,જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ રહેશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

હજુ 2 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક ભાગોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ સાથે જ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 15ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમનો પ્રભાવ 15 ઓક્ટોબર સુધી રહેશે, જેથી આગામી હજુ 2 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા જોવાઇ રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ પડ્યો છે.

ઉત્તર-પૂર્વીય પવનોને લીધે મહત્તમ તાપમાનમા થશે વધારો
હાલમાં રાજયમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યાં છે જેના કારણે ગરમી અને ઉકળાટ રહે છે,આવું વાતાવરણ આગામી સાત દિવસ સુધી રહી શકે છે.ગાંધીનગર સહિત 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.તો અગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે,બપોરના સમયે રાજયમાં ઉકળાટ રહેશે.

સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂંપાતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે,પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.