આવું અનોખું પક્ષી ક્યારેય નહિ જોયું હોય! માથા પર ‘સોનેરી કલગી’ ધરાવતા આ પક્ષીનો વિડીયો જોઈ ચોંકી જશો

સોશિયલ મીડિયા(Social media) પર એક સુંદર પક્ષી(bird)નો ઝડપથી વિડીયો વાયરલ(Video viral) થઈ રહ્યો છે. આ પક્ષી સામાન્ય પક્ષીઓ કરતા કંઈક અલગ છે. તેના માથા પર…

સોશિયલ મીડિયા(Social media) પર એક સુંદર પક્ષી(bird)નો ઝડપથી વિડીયો વાયરલ(Video viral) થઈ રહ્યો છે. આ પક્ષી સામાન્ય પક્ષીઓ કરતા કંઈક અલગ છે. તેના માથા પર સોનેરી કલર જેવો મુગટ શણગારવામાં આવ્યો છે. વાયરલ થયેલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, આ પક્ષીની તેની ગરદન ગોળ-ગોળ ફેરવે છે. આ પક્ષીનું શરીર કંઈક ચકલી જેવું લાગે છે, પરંતુ તેની ઉપર લાગેલ સોનેરી મુગટને જોઇને કહી શકાય કે તે સામાન્ય પક્ષી નથી. જ્યારથી આ પક્ષીનો વીડિયો વાયરલ થયો છે ત્યારથી લોકો જાણવા માંગે છે કે તે કયું પક્ષી છે. જો કે, આ વીડિયોને લઈને કેટલીક અન્ય ચર્ચાઓ પણ ચાલી રહી છે. જેમાં પક્ષીની આ અનોખી શૈલી બધાને આશ્ચર્યજનક કરી રહી છે.

વીડિયોમાં શું ખાસ છે?
વીડિયોમાં એક નાનું પક્ષી કોઈના હાથ પર બેઠેલું જોવા મળે છે. આ ચકલીનો રંગ ભૂરો છે, તેના માથા પર એક વિશાળ સોનેરી ક્રેસ્ટ છે, જે તાજ જેવુ દેખાય છે. ગોલ્ડન ક્રેસ્ટ પર હળવા અને ઘેરા વાદળી રંગના બિંદુઓ અને ડિઝાઇન પણ છે. જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે. ક્રેસ્ટ ફેલાવીને, આ પક્ષી તેની ગરદન ગોળ-ગોળ ફેરવતું જોવા મળે છે. પક્ષીની વિશિષ્ટતા લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.

જાણો આ કયું પક્ષી છે?
આ અનોખું પક્ષી રોયલ ફ્લાયકેચર છે. તેની ચાર અલગ-અલગ પ્રજાતિઓ છે. જે અમેઝોન જંગલ, એટલાન્ટિક અને પેસિફિક પ્રદેશો તેમજ મેક્સિકોના ભાગોમાં જોવા મળે છે. અમેરિકન વર્ગીકરણ મુજબ, તે ચાર અલગ અલગ પેટાજાતિઓમાં વહેંચાયેલું છે. રોયલ ફ્લાયકેચરની સ્ટાઈલ દરેક જગ્યાએ અલગ દેખાય છે. કેટલીક પ્રજાતિઓમાં તાજ જેવી મોટી ક્રેસ્ટ જોવા મળે છે. જ્યારે કેટલાકના માથા પર સોનેરી વાળ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *