SS રાજામૌલીની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ RRR (SS Rajamouli’s most awaited film RRR) હાલના દિવસોમાં ખુબ જ ચર્ચાસ્પદ બની છે. આ ફિલ્મ 25 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મમાં રામચરણ(Ramcharan), જુનિયર એનટીઆર(Junior NTR), અજય દેવગન(Ajay Devgan) અને આલિયા ભટ્ટ(Alia Bhatt) મુખ્ય ભૂમિકામાં છે. તે જ સમયે, ફિલ્મનો મોર્નિંગ શો જોવા ગયેલા એક ચાહકનું થીયેટરમાં જ મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે.
મિત્ર તેને હોસ્પિટલ લઈ ગયો:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મૃતકનું નામ ઓબુલેસુ છે અને તેની ઉંમર 30 વર્ષ છે. ઓબુલેસુ આંધ્ર પ્રદેશના અનંતપુરમાં એસવી મેક્સમાં આ ફિલ્મ જોઈ રહ્યો હતો. પરંતુ લાંબા સમય સુધી તેના શરીરમાં કોઈ હલચલ જણાઈ ન હતી, જે બાદ તેના મિત્રો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ ઓબુલેસુને મૃત જાહેર કર્યો અને મોતનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું.
800 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે:
અહેવાલો અનુસાર, ચર્ચાસપ્દ બનેલી RRR એ પ્રી-રીલીઝ કમાણીમાં પણ ઘણા રેકોર્ડ તોડ્યા છે. જાણવા મળ્યું છે કે, ડિસ્ટ્રિબ્યુશન, સેટેલાઇટ, મ્યુઝિક જેવા રાઇટ્સ વેચીને ફિલ્મે રિલીઝ પહેલા જ લગભગ 800 કરોડની કમાણી કરી લીધી છે અને તેના રિલીઝ થયાના પ્રથમ દિવસે આ ફિલ્મે 80 કરોડની કમાણી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.