ઈતિહાસ રચવા તૈયાર Mission Aditya L1- NASAના સૂર્ય મિશનથી માત્ર 0.3% ખર્ચમાં તૈયાર થયું છે આદિત્ય L1

Aditya L1 Launch: ભારતનું ચંદ્રયાન-3 મિશનની સફળતા પછી સમગ્ર વિશ્વમાં વાહવાહી થઈ રહી છે. ચંદ્રયાન 3 ની સફળતાએ સમગ્ર ચંદ્ર પર ધ્વજ લહેરાવીને પ્રશંસા મેળવ્યા પછી હવે સૂર્યનો વારો આવી રહ્યો છે. ચંદ્ર સુધી પહોંચવું થોડું સરળ હતું પરંતુ લાખો-કરોડો સેલ્સિયસની નજીક પહોંચવું ખૂબ મુશ્કેલ છે. આશ્ચર્યની વાતતો એ છે કે Aditya L1 Mission નું (Aditya L1 Launch) બજેટ માત્ર 400 કરોડ રૂપિયા જેટલું છે. જે ચંદ્રયાન 3 મિશન કરતા 200 કરોડ રૂપિયા ઓછું છે. ચંદ્રયાન 3માં 615 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બીજી તરફ તે નાસાના સન મિશન કરતા 97 ટકા સસ્તું જોવા મળી રહ્યું છે.

Aditya L1 Mission નું કાઉન્ટડાઉન શરૂ
ભારતના પ્રથમ સૂર્ય મિશન Aditya L1 Mission નું કાઉન્ટડાઉન હાલ શરૂ થઈ ગયું છે. ગયા મહિને ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ભારત દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો સો પ્રથમ દેશ બન્યો છે. ISROના આ પ્રદર્શન પછી દરેકનો આત્મવિશ્વાસ વધી ગયો છે. ભારત હવે સૂર્ય માટે તેનું પ્રથમ મિશન એટલે કે Aditya L1 Mission શરૂ કરવા માટે તૈયાર છે. ભારત અને ISROને Aditya L1 Mission મિશન પાસેથી ઘણી અપેક્ષાઓ છે. Aditya L1 Mission સતીશ ધવન સ્પેસ બેઝ પરથી લોન્ચ કરવામાં આવશે.

Aditya L1 Mission સૂર્ય વિશે આપશે માહિતી
PSLV-C57 રોકેટ Aditya L1 Missionને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં છોડવામાં આવશે. Aditya L1 Mission નું લોન્ચિંગ સવારે 11.50 કલાકે થશે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે L1 બિંદુ આવેલું છે. તેને પ્રભામંડળ ભ્રમણકક્ષા કહેવામાં આવે છે. Aditya L1 ત્યાં સ્થાપિત કરવામાં આવશે. આ Aditya L1 Mission સૂર્ય વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, સૂર્ય વિશે ઘણા અજાણ્યા રહસ્યો બહાર આવી શકે છે. તમને સૂર્યના વિવિધ સ્તરો વિશે પણ માહિતી મળશે. Aditya L1 Mission નું આયુષ્ય માત્ર 5 વર્ષનું હશે.

15 લાખ કિલોમીટરનો પ્રવાસ કરશે Aditya L1 Mission
Aditya L1 Mission તે આટલા વર્ષો સુધી સૂર્યની આસપાસ ફરતું રહેશે. સોલાર સ્ટોર્મ, સોલાર કોરોના અને અન્ય ઘટનાઓ વિશે પણ માહિતી મેળવશે. ચંદ્રયાન-3ની જેમ આદિત્ય પૃથ્વીની પરિક્રમા કરનાર પ્રથમ મિશન બનશે. થોડા રાઉન્ડ કર્યા પછી તે 1.5 મિલિયન કિલોમીટરનું અંતર કાપીને L-1 પોઇન્ટ પર પહોંચશે. આ બિંદુની પરિક્રમા કરીને Aditya L1 સૂર્યના બહારના પડ વિશે માહિતી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *