થોડા સમય પહેલા જ બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડમાં લગભગ ૪૦ થી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લે આમ દેશી દારૂનું વેચાણ કરવામાં આવે છે. જયારે બનાસકાંઠા જિલ્લામાં અખાદ્ય ગોળના વેચાણ અંગે RTI કરવામાં આવી ત્યારે, પ્રત્યુત્તર રૂપે જે માહિતી સામે આવી તે અત્યંત ચોંકાવનારી છે.
જયારે ત્રિશુલ ન્યુઝના સંવાદદાતા હિતેશ સોનગરા દ્વારા એક આર.ટી.આઇ. બનાસકાંઠા જિલ્લાની નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી ખાતે આર.ટી.આઈ. દ્વારા માહિતી માગવામાં આવી હતી કે અખાર્ધ ગોળના વેચાણ અંગેના લાયસન્સ જિલ્લામાં કોની પાસે છે, ત્યારે માહિતીના પ્રત્યુતરનો જે જવાબ આવ્યો તે ખુબજ ચોકાવનારો છે.
RTI ના પ્રત્યુત્તર રૂપે મળેલી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં એક પણ વેપારી પાસે અખાર્ધ ગોળનું વેચાણ કરવાનું લાયસન્સ નથી તો સવાલ એ થાય છે કે કોના આશીર્વાદ અને કોની રહેમનજર હેઠળ પશુ આહારના નામે બનાસકાંઠા જિલ્લામાં દેશી દારુબનાવવામાં માટે વપરાતા અખાદ્ય ગોળનું વેચાણ થઈ રહ્યું છે.
ડીસા શહેરના ગાંધી ચોક વિસ્તારમાં અને રિસાલા બજારમાં ગેર કાયદેસર રીતે ખાનગી ગોડાઉન અને દુકાનોમાં અખાર્ધ ગોળનું સંગ્રહ અને વેચાણ કરવામાં આવી રહ્યો છે, આ સાથે જ પાલનપુરમાં ગંજ બજાર અને મોલાસીસ અને નવસારનુ પણ કાયદાનાં ડર વગર ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે. આ તમામ વસ્તુઓનો ઉપયોગ દેશી દારુ બનાવવા માટે થાય છે.
બનાસકાંઠા જિલ્લામાં એક પણ વેપારી પાસે અખાર્ધ ગોળનું લાયસન્સ નથી છતાં ગેરકાયદેસર રીતે અખાર્ધ ગોળનું વેચાણ થઈ રહ્યું છે, જો પશુ આહાર તરીકે જ અખાર્ધ ગોળનો ઉપયોગ કરવાનો હોય તો, કયા ડરને લીધે વેપારીઓ અખાર્ધ ગોળનું લાયસન્સ નથી લેતા તે પણ વિચારવા જેવી બાબત છે.
ગુજરાત નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ મુજબ નશીલા પદાર્થોનું લાયસન્સ વગર વેચાણ કરવા પર સજા અને દંડની જોગવાઈ છે, છતાં લાયસન્સ વગર ગોળના નામે ઝેર વેચતા વેપારીઓ પર જિલ્લા નશાબંધી અધિકારી અને સ્થાનિક પોલીસ કયા કારણોસર આવા વેપારીઓ પર કાર્યવાહી નથી કરતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.