1 મેથી લાગું થશે નવા નિયમ; ગેસ સિલિન્ડરથી લઈને બેંક ખાતા સુધી, તમારા ખિસ્સા પર થશે સીધી અસર

Rules Change from 1 May 2024: દેશભરમાં દર મહિને શરૂ થતા પહેલા નિયમોમાં ઘણા ફેરફાર થાય છે. એપ્રિલ મહિનો પૂરો થયા બાદ હવે મે મહિના માટે નવા નિયમોમાં ફેરફાર થવાની તૈયારીમાં છે. મે મહિનામાં ઘણા નાણાકીય નિયમોમાં ફેરફાર થવાના છે. આવી સ્થિતિમાં (Rules Change from 1 May 2024) સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર પડી શકે છે. દર મહિને શરૂ થતા પહેલા ગેસ-સિલિન્ડર (LPG), PNG અને CNGના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. આ પછી નવા દર જાહેર કરવામાં આવે છે. ચાલો જાણીએ કે 1 મે, 2024 થી કયા નિયમો બદલાઈ શકે છે?

એલપીજી સિલિન્ડરની કિંમત
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દર મહિનાની શરૂઆતમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં સુધારો કરવામાં આવે છે. આ પછી, કંપની દ્વારા 14 કિલોના ઘરેલુ સિલિન્ડર અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત નક્કી કરવામાં આવે છે. એ જ રીતે, LPG અને CNGની કિંમતો પણ મહિનાના પ્રથમ દિવસે દેશમાં અપડેટ કરવામાં આવે છે.

યસ બેંકના નવા નિયમો
યસ બેંક 1 મે, 2024થી બચત ખાતા સંબંધિત નિયમોમાં ફેરફાર કરશે. આ પ્રાઈવેટ બેંકની ઓફિશિયલ સાઈટ મુજબ મિનિમમ એવરેજ બેલેન્સ ચાર્જ (MAB)માં ફેરફાર થશે. સેવિંગ એકાઉન્ટ પ્રો મેક્સમાં મિનિમમ એવરેજ બેલેન્સ 50 હજાર રૂપિયા હશે અને તેના પર મહત્તમ 1 હજાર રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. જ્યારે સેવિંગ એકાઉન્ટ પ્રો પ્લસ, યસ રિસ્પેક્ટ એસએ અને યસ એસેન્સ એસએમાં ન્યૂનતમ બેલેન્સ 25 હજાર રૂપિયા હશે. આના પર ચાર્જની મહત્તમ મર્યાદા 750 રૂપિયા હશે. આ નવો નિયમ 1 મે 2024થી ગ્રાહકો માટે લાગુ કરવામાં આવશે.

HDFC FD સ્કીમ
HDFC બેંક દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે એક વિશેષ યોજના શરૂ કરવામાં આવી હતી. HDFC સિનિયર સિટીઝન કેર FDમાં રોકાણ કરવા માટે ગ્રાહકો પાસે માત્ર 10 મે, 2024 સુધીનો સમય છે. વિશેષ સુવિધા વિશે વાત કરીએ તો, બેંક આ FD પર 0.75 ટકાના વધારાના વ્યાજ દરનો લાભ આપે છે. 5 કરોડથી ઓછીની ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.75 ટકા વ્યાજનો લાભ મળે છે.

ICICI બેંક
ICICI બેંક 1 મે, 2024 થી બચત ખાતા સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરશે. ડેબિટ કાર્ડ પર બેંક દ્વારા વસૂલવામાં આવતી વાર્ષિક ફી ઘટીને 200 રૂપિયા થઈ જશે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ડેબિટ કાર્ડનો ચાર્જ 99 રૂપિયા હશે. આ સિવાય ચેકબુક અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

25 પેજની ચેકબુક પર બેંક દ્વારા કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. જોકે, આ પછી ગ્રાહકોએ દરેક પેજ પર 4-4 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. જો ગ્રાહક IMPS દ્વારા ટ્રાન્ઝેક્શન કરે છે, તો તેણે 2.50 રૂપિયાથી 15 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે.