માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ફરીથી મોટર વાહનોના નિયમોમાં સુધારા માટેની દરખાસ્તો પર ગુજરાત સરકાર સહિત તમામ હોદ્દેદારોના સૂચનો અને ટિપ્પણીઓ મંગાવી છે. નવા વાહનોની નોંધણી, જુના વાહનો પરત ખેંચવા અને વાહન ચાલક પરવાના અંગે સૂચનો માંગાવવામાં આવ્યા છે. પહેલા પણ આ સરકારે 18 માર્ચેના રોજ આ જાહેરનામું બહાર પાડ્યું હતું. અર્થાત સરકારે ત્રણ મહિનામાં બીજી વખત જાહેરનામું બહાર પાડી 60 દિવસની અંદર-અંદર તેના સૂચનો માંગ્યા છે.
કોરોના વાયરસથી લાગુ કરેલા લોકડાઉનને કારણે સમગ્ર દેશમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ વખતે, ડ્રાઇવિંગ લાઇસન્સ અને નવા વાહનોની નોંધણી સંબંધિત નિયમો આવનારા સમયમાં બદલી શકાશે. ખરેખરમાં, ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા માટે પ્રાપ્ત થયેલા દરખાસ્ત અંગે તમામ હોદ્દેદારો પાસેથી સૂચનો માંગ્યા છે.
સરકાર આગ્રહ કરી રહી છે કે આ સુધારા પ્રક્રિયા આવનારા કેટલાક મહિનામાં પૂર્ણ કરવામાં આવે. એક ખાનગી ન્યુજ એજન્સી મુજબ, સરકારે આ સંદર્ભે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. પ્રાપ્ત થયેલી સૂચના મુજબ જો વાહનમાં ખામી સર્જાય તો વાહન બનાવતી કંપની પર દંડ વધારી શકાય છે. આ દંડ કંપની પર 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધી રાખવાનો પ્રસ્તાવ છે. જો કે, આ દંડ વાહનોના પ્રકાર અને ખામીયુક્ત વાહનોની સંખ્યા પર આધારિત રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news