હાલમાં કોરોના વચ્ચે ગુજરાતમાં આવેલ ડાયમંડ સીટી એટલે કે સુરતમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં આવેલ ડુમસના કાંદી ફળિયાના રોડ પરથી સોનાના સિક્કા મળી આવ્યાં હોવાની અફવાને લીધે ગામલોકો પણ રોડ પર ઊતરી આવ્યા હતા.
રાત્રિનાં સમયે અંધારામાં ટોર્ચ લઈને લોકો સિક્કાની શોધમાં નીકળી પડ્યા છે. સોનાના સિક્કાની લાલચમાં લોકો સૂર્યોદય પછી પણ શોધતા નજરે પડે છે. દિવસ ઊગ્યા પછી પુરુષોની સાથે સિક્કાની શોધમાં મહિલાઓ પણ રોડ પર ઊતરી આવી છે.
ગામના અમુક લોકોને સિક્કા મળે છે પણ એ સોનાના નહીં પણ પિત્તળના હોવાનું બહાર આવી રહ્યું છે. ગામના લોકોએ જણાવતા કહ્યું કે, રાત્રિના સમયે વોકિંગમાં નીકળેલ યુવકોને ચમકતા સિક્કા મળ્યા પછી બીજા લોકો પણ નીકળ્યા હતા. જો કે, સિક્કા સોનાનું ન હોવાનું તથા મળ્યા ન હોવાને લીધે લોકો ઉદાસ થઈ ગયા હતા.
સોનાના સિક્કા મળ્યાની અફવા ફેલાઈ :
ગામલોકોએ જણાવતા કહ્યું હતું કે, રાત્રિનું ભોજન કર્યા પછી કાદી ફળિયાના યુવાનો ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે કુલ 2-3 યુવાનોને રોડ પરથી કેટલાક ચમકદાર સિક્કા મળી આવ્યા હતા. સિક્કા સોનાના હોવાનું માની ઘરે ગયા પછી પરિવારને જાણ કરતાં ગણતરીની મિનિટોમાં રસ્તા પરથી સોનાના સિક્કા મળી રહ્યા હોવાની અફવા વાયુવેગે ફેલાઈ ગઈ હતી. લોકો રાત્રિના અંધારામાં પણ ટોર્ચ લઈને રસ્તા પર સોનાના સિક્કાની શોધમાં ઊતરી પડ્યા હતા. જો કે, કોઈને પણ સિક્કો ન મળતાં ઉદાસ થઈને લોકો ઘરે પાછા ફર્યા હતાં.
સિક્કા પિત્તળના નીક્ળ્યા :
ગુરુવારે સાંઈ બાબાના દિવસ તરીકે માનતા ગામવાસીઓ સૂર્યોદય થતાની સાથે જ ફરી રસ્તા પર સોનાના સિક્કાની શોધ કરવા માટે મંડી પડ્યા હતા. એકને જોઈ અન્ય લોકો પણ પોતાનું નસીબ અજમાવવા માટે રસ્તા પર ઊતરી આવ્યા હતા. બપોરનાં 2 વાગ્યા સુધી કોઈને પણ સિક્કા ન મળતાં ફરી ઉદાસ થઈ ગયા હતા.
જો કે, હકીકતમાં કોઈ ટિખળખોરે ચોખાની થેલીમાં અમુક પિત્તળના સિક્કા નાખીને રસ્તા પર ફેંકી દીધા હોય શકે છે. કોઈ ધાર્મિક વિધિમાં લઈ જવાતા સિક્કાવાળી થેલી પડી ગઈ હોય તથા રસ્તા પર વિખેરાઈ ગયા પછી એ રસ્તા પરથી મળી આવ્યા હોય એમ કહી શકાય છે. જો કે, સિક્કા સોનાના નહી પણ પિત્તળના હોવાનું સામે આવી રહ્યું છે.
નાસ્તાવાળા પણ ઉભા રહી ગયા :
ડુમસ પાસે રોડ પર સોનાના સિક્કા મળતા હોવાની અફવા સાંભળીને ખમણ વેચવા માટે ગામમાં આવતાં લોકો પણ પોતાનો ધંધો ભુલીને રોડ પર બાઈક ઉભી રાખીને સિક્કા શોધવા માટે લાગી ગયા હતાં. રાત્રિના સમયે મોટી સંખ્યામાં સિક્કા શોધવા માટે આવેલ લોકોએ સવારમાં ખમણવાળાની પાસેથી ખમણ ખાઈને ફરી સિક્કા શોધવા લાગ્યા હતાં. જ્યારે ખમણવાળાને સિક્કા તો ન મળ્યાં પણ થોડો ઘણો ધંધો થઈ ગયો હોવાનું લોકોએ જણાવતા કહ્યું હતું.
સુરતના રસ્તાઓ પર મળી રહ્યા છે સોનાના સિક્કા, લોકોના ટોળેટોળા સોનું શોધવા ઉતર્યા રસ્તા પર… pic.twitter.com/q0jTLKmbnu
— Trishul News (@TrishulNews) October 8, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle