જે ત્રણ યુવાનોનું આતંકી સમજી સેનાએ એન્કાઉન્ટર કર્યું હતું, એ જ યુવાનોના મૃતદેહ 53 દિવસ પછી ઘરે પહોચ્યા

છેલ્લા 53 દિવસ 53 વર્ષ કરતા પણ વધુ મોટા હતા, આવું તે પરિવારોનું કહેવું હતું, જેમનાં દીકરાઓનાં ફેક એન્કાઉન્ટર બાદ તેમનાં મૃતદેહ માટે 53 દિવસની રાહ જોવી પડી હતી. અમને 10 ઓગસ્ટનાં રોજ ખબર પડી કે, અમારા દીકરાઓને છેતરીપીંડીથી મારી નાખવામાં આવ્યા છે, પરંતુ દીકરાઓના મૃતદેહને ક્યાં દફનાવ્યા છે એની અમને જાણ નથી. આખરે, 10 ઓગસ્ટ થી લઈને 3 ઓક્ટોબર સુધી આ 53 દિવસની લડાઈ તેમજ ભારે મહેનત બાદ જ્યારે દીકરાઓના મૃતદેહને કબરમાંથી કાઢવામાં આવ્યા તો ત્રણેય પરિવારજનોની હિંમત સાવ તૂટી ગઈ.

2 ઓક્ટોબરનાં રોજ રાત્રીના સમયે 10 વાગ્યની આસપાસ ઉત્તર કાશ્મીરનાં ક્રીરીમાં કબર ખોદવાનું કામ ચાલુ થયું તેમજ 3 ઓક્ટોબરના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે જ્યારે ગોળીઓથી વીંધાયેલા ત્રણ લાશને બહાર કાઢવામાં આવી તે સમયે ત્રણેયનાં બધા જ પરિવારજનો ત્યાં હાજર હતા. બનાવ સ્થળે સમાજસેવી ગુફ્તાર અહેમદ પણ ત્યાં હાજર હતા, જેમનાં પ્રયત્નનાં લીધે પરિવારને તેમનાં દીકરાઓનાં મૃતદેહ મળ્યા છે. ગુફ્તાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દીકરાના મૃતદેહ જોઈને પરિવારજનો ભાંગી પડ્યા, તે પરિવારોને જોઈને મારા પણ હોશ ઊડી ગયા. ત્રણ નિર્દોષ યુવકોને આંતકી જણાવીને કોઈ કઈ રીતે મારી શકે છે?

અજાણ્યા આંતકવાદીઓની લાશની જેમ જ આ ત્રણેય યુવકની લાશને પણ ઉરી જતાં હાઈવે પરનાં ક્રીરીમાં દફનાવ્યા હતા, જ્યાં અથડામણમાં મરેલાં એ આતંકવાદીઓને દફનાવવામાં આવ્યાં છે, આ આંતકવાદીઓની ઓળખ નથી થઇ શકતી. પરિવારજનોનાં દીકરાઓ ઘરેથી રોજી રોટી કમાવાના હેતુથી કાશ્મીર ગયા હતા, તેમનાં ગયા બાદનાં 79 દિવસો બાદ ગોળીઓથી વીંધાયેલી સ્થિતિમાં તેમનાં લાશ મળી આવી.

ઈબરાર અહેમદ, તેમનાં માસીનાં મામાનાં દીકરા, મોહમ્મદ ઈબરાર તેમજ ઈમ્તિયાઝ અહેમદ 18 જુલાઈ, 2020નાં દિવસે દક્ષિણ કાશ્મીરનાં શોપિયાં જિલ્લામાં કરવામાં આવેલા એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા, પરંતુ 10 ઓગસ્ટનાં રોજ તેઓના પરિવારજનોને ખબર પડી કે, તેમનાં દીકરાઓનું ફેક એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ તેમના દીકરાઓની લાશને ઉત્તર કાશ્મીરનાં બારામુલ્લામાં દફનાવવામાં આવી હતી, જ્યાંથી પોલીસ તેમજ તંત્રની મદદ દ્વારા ખોદીને મૃતદેહને જમ્મુનાં રાજૌરીમાં પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

જેના સાત પરિવારજનો સેનામાં સર્વિસ આપી ચૂક્યા હોઈ અને તેમનાં જ પરિવારનાં ત્રણ માસૂમ દીકરાઓને સેના દ્વારા ફેક એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવામાં આવે તો પરિવારજનો સેના ઉપર વિશ્વાસ કેવી રીતે કરે? જમ્મુ કાશ્મીરથી 160 KM દૂર ભારત અને પાકિસ્તાન નિયંત્રણ રેખા પાસે આવેલાં રાજૌરીનાં નાનું એવું ગામ તરકસીમાં અત્યારનાં  દિવસોમાં આવું જ વાતાવરણ છવાયું છે.

ઈબરાર અહેમદ, મોહમ્મદ ઈબરાર તેમજ ઈમ્તિયાઝ અહેમદ 18 જુલાઈ, 2020નાં દિવસે દક્ષિણ કાશ્મીરનાં શોપિયાં જિલ્લામાં કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં ત્રણેય માર્યા ગયા હતા.

મને ગમે એટલા પૈસા મળી જાય, પરંતુ મારો પુત્ર તો પાછો નહીં આવે. મોહમ્મદ યુસુફ ચૌહાણનો પુત્ર ઈબરાર અહેમદ 25 વર્ષીય હતો. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું, અમારા માટે સૌથી દુઃખદ વાત તો એ છે કે, જે સેનામાં અમારા પરિવારના કુલ 7 લોકોએ સેવા આપી, એ સેનાની વર્ધી અમારા માટે ભગવાન સમાન હતી પરંતુ જે રીતે અમારાં કુલ 3 બાળકોને એ જ સેનાના અમુક લોકોએ આતંકી કહીને મારી નાંખ્યા હવે એ સેનામાં કેવી રીતે જોડાશે?

અત્યાર સુધીમાં પરિવારમાં ઈબરાર પિતાના મોટા ભાઈ ઓનરેરી કેપ્ટન-મદદનીશ હુસૈન, એમના નાના ભાઈ લાન્સ નાયક મોહમ્મદ બશીર(કારગિલ યુદ્ધમાં હતા) ઈબરારના પિતરાઈ ભાઈ સૂબેદાર જાકીર હુસૈન, સિપાહી જફર ઈકબાલ હાલમાં પણ સેનામાં ફરજ બજાવી રહ્યા છે. ઈબરારને માત્ર 15 મહિનાનો પુત્ર પણ છે.

પરિવારનું જણાવવું છે કે, એ કામ કરવા માટે કુવૈત જવાનો હતો તથા એની એર ટિકિટ પણ આવી ગઈ હતી પરંતુ ત્યારે જ કોરોનાને લીધે લોકડાઉનનો અમલ થયો તથા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ થઈ ગઈ હતી. ઈબરારે એના મોટાભાઈ જાવેદને PHD કરાવ્યા બાદ સાઉદી અરબ પણ મોકલીને કુલ 2 નાની બહેનોનાં લગ્ન પણ કરાવ્યાં હતાં.

હવે એ પણ વિદેશ જવા માંગતો હતો. જેની પાછળનું કારણ હતું કે, પરિવાર મજૂરીમાંથી બહાર નીકળી શકે. ક્યારેય પણ ઘરમાં આરામથી ન બેસતાં ઈબરારે એના મામાનો છોકરો ઈમ્તિયાઝનો સંપર્ક કર્યો હતો, કારણ કે, ઈમ્તિયાઝ અગાઉ પણ શોપિયાંમાં મજૂરી કરી ચૂક્યો હતો.

ઈમ્તિયાઝ શોપિયાંના એક પંચાયત સભ્ય યુસુફને ઓળખતો હતો તથા આ ત્રણેયને શોપિયાં જઈને થોડા મહિના મજૂરી કરવાનું વિચાર્યું, આની સાથે જ ઈબરારે જણાવતા કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની શરૂઆત થશે ત્યારે તે આવી જશે તેમજ ત્યારબાદ કુવૈત જવ માટે રવાના થશે.

ઈબરારના પિતાએ જણાવતા કહ્યું, એમના પુત્રોની હત્યા હાથરસની દીકરીના દુઃખ કરતાં ઓછી નથી. અમે લોકો દરરોજ TV તેમજ સોશિયલ મીડિયા પર હાથરસની ઘટના વિશે જોઈ તેમજ સાંભળી રહ્યા છે. અમારી સાથે પણ ખોટું થયું છે, અમે એવું ઈચ્છીએ છીએ કે, હાથરસની દીકરીને ન્યાય મળે. આની સાથે જ અમારા દીકરાઓને પણ ન્યાય મળે. તમામ પુત્રો નિર્દોષ હતા પરંતુ અમને એટલો સંતોષ રહેલો છે કે, અહીં અમને તંત્ર તથા પોલીસની મદદ મૃતદેહ મેળવવા માટે તથા કેસની તપાસ શરૂ કરવામાં મળી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે શોપિયાંમાં કેસની તપાસ ચાલુ કરી દીધી છે, કુલ 2 લોકોને પૂછપરછ માટે પકડી પાડવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *