સોશિયલ મીડિયા પર ફેક મેસેજ ફેલાવવામાં ભાજપીઓ અવ્વલ નંબરે હોય છે, રાજકીય તો રાજકીય પણ બિનરાજકીય ફેક મેસેજો ફેરવવામાં પણ એક જ પ્રકારના આંધળા લોકો વધારે આગળ હોય છે.
સુરતમાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં આગની ઘટના બની, એક જ ડીસીથી અનેક વીજ કનેકશનો હતા, વીજ વિભાગની બેદરકારીથી આગ લાગી, ભ્રષ્ટ તંત્રની રહેમનજર હેઠળ ગેરકાયદેસર બાંધકામમાં આગ પ્રવેશી, ફાયર બ્રિગેડ સમયસર સગવડ ઉભી ના કરી શક્યું. બધી જ રીતે તંત્રની બેદરકારીથી ૨૨ બાળકોના મોત થયા, ૩ બાળકો ગંભીર ઈજાગ્રસ્ત થયા.
જે બાળકો બચ્યા તે પણ સ્થાનિક લોકોએ જીવના જોખમે બચાવ્યા, સોશિયલ મીડિયામાં બીજો ય એક એવો મેસેજ ફરે છે કે બધા વિડીયો ઉતારવામાં હતા અને કોઈ બચવવા ના ગયું એવા મેસેજો હકીકત જાણ્યા વગર પોતાને મહાન માનતા લોકો અને પોતે જાણે એક જ દુનિયામાં સજ્જન હોય એવું બતાવવાના ઢોંગ કરવા પોસ્ટ અને ફોરવર્ડ કરવા લાગ્યા.
પણ હકીકતમાં ત્યાં હાજર અનેક લોકોએ બનતી મદદ કરી, માંડ ચાર પાંચ લોકોએ વિડીયો ઉતાર્યા હશે અને એ જ વિડીયો જોઇને લોકો વિડીયો બનાવનારાને ભાંડવા લાગ્યા પણ જો તે વિડીયો ના હોત તો ઘટનાની ગંભીરતા કોને સમજાઈ હોત.. આ વિડીયો ઉતર્યા એમાં તંત્રની પોલ ખુલી.
હવે સરકારની અને તંત્રને પ્રશ્ન થાય છે એટલે સત્તાધારી પક્ષ ભાજપના આંધળા સમર્થકોને તો સહન જ ના થાય, તેમના માટે કોઈનો જીવ નહીં પણ ભાજપ જ વધુ મહત્વની છે.
લોકો સરકારને પ્રશ્ન ના કરે તે માટે લેવાદેવા વગર પાટીદાર આંદોલનકારીઓને બદનામ કરવા એ લોકો ફેક મેસેજ ફેરવવા લાગ્યા. પહેલા તો આ ઘટનામાં કોઈની ક્યાય મદદે ના દેખાયેલા લોકો હાર્દિક પટેલનો વિરોધ કરવા પહોંચી ગયા.
માણસ જ્યારે દુઃખી લોકોને સાંત્વના આપવા જાય, તેમના ન્યાયની વાત કરે, વાતાવરણમાં આટલો માતમ હોય, ભાજપ બધી રીતે વાંકમાં છે છતાં વિપક્ષ રાજનીતિ નથી કરી રહ્યું છતાં સત્તાપક્ષના લોકો બધી હદ ભૂલીને આવા સમયે હોબાળા કરવા પહોંચી જાય.
આ ભાજપ સમર્થકો સોશિયલ મીડિયામાં એક ફેક મેસેજ ફેરવતા જોવા મળી રહ્યા છે જેમાં લખી રહ્યા છે કે પાસીયાઓએ સુરતમાં ૨૦૧૫ માં ફાયરબ્રિગેડની આવી ક્રેઇન સળગાવી દીધેલી તેથી તેને દુર સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવી હતી એટલે જ આ બાળકોના જીવ ગયા..
હવે તે લોકો એક સ્ક્રીનશોટ ફેરવે છે જેમાં મોટા વરાછાનું ફાયર સ્ટેશન સળગવાની વાત છે, પરંતુ તેમાં કોઈ આવી ચાર માળ સુધી ઉપર જઈ શકે તેવી ક્રેઇન સળગાવાનો ક્યાય ઉલ્લેખ નથી, તો તે સમાચાર મોટા વરાછાના છે જયારે આ ઘટના સરથાણામાં બનેલી છે.
અને આવા મેસેજ ફેરવીને ભાજપનો વાહિયાત બચાવ કરનારાઓને તે ખ્યાલ નહીં હોય કે ૨૦૧૫ માં તો બસ સ્ટેન્ડ પણ સળગાવવામાં આવેલા તો શું વરાછા અને આસપાસના વિસ્તારમાં આજીવન બસો ફેરવવાની બંધ કરી દીધી ? લાઈટના થાંભલાઓ પણ તૂટેલા એટલે શું લાઈટના થાંભલા વગર વરાછા એરિયો છેલ્લા ૪ વર્ષથી અંધારામાં છે ?
અરે ૨૦૧૫ માં આવું કોઈ વાહન સળગાવાયુ હોય તો તેનો ઇન્શ્યોરન્સ તો હોય જ, તો ઇન્સ્યોરન્સ કલેઈમ કરીને ગણતરીના દિવસોમાં નવી ક્રેઇન મંગાવી શકાત.
ફાયર બ્રિગેડ તેને કહેવાય જે ૨૪ કલાક ગમે તે સમયે આફત આવે ત્યારે ત્યાં ગમે તે સંજોગોમાં પહોંચી વળવા માટે સજ્જ હોય, સ્ટેન્ડ ટુ હોય, ત્યારે ચાર વર્ષથી આ ફાયર બ્રિગેડ આટલા મહત્વના સાધન વિહોણી પડી રહેવા દીધી મતલબ તો સુરત મ્યુનિસિપલ તંત્ર કેટલું બેદરકાર કહેવાય ?
આવી કોઈ વાત વ્યવસ્થા તંત્રે કરી જ નથી પણ તેના નામે ખોટી રીતે ફેલાવવામાં આવી રહી છે અને અમુક માનસિકતા ધરાવતા લોકો ફેરવી પણ રહ્યા છે.
હકીકતમાં લાંબુ ના વિચારતા અને ફોરવર્ડ મેસેજોને સાચું માની લેનારા લોકો સુધી આ હકીકત પહોંચાડજો અને કહેજો કે હકીકતમાં એવી ઘટના બની હોય તો તેનો વિડીયો અને તે સાધન/ક્રેઇનના સળગેલા ફોટા મોકલો અને યાદ કરાવજો કે જયારે રાજ્યભરમાં આવી માતમની પરિસ્થિતિ છે ત્યારે ભાજપ ભવ્ય ઉજવણી કરી રહી હતી..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.