આજે પીએમ મોદીએ દેશના દરેક મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચિત કરી હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજ્યમાં ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટના આંકડાઓ રજૂ કરીને રાજ્યની પરીસ્થિતિનો ચિતાર આપ્યો હતો. ત્યારે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આ બેઠક અંગે માહિતી આપી હતી.
અશ્વિની કુમારે જણાવ્યું કે સીએમ રૂપાણી પીએમ મોદી ગુજરાતની સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં ટેસ્નીટીંગ કામગીરી સઘન રીતે કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.
આટલા બેડની સુવિધા ઉભી કરી
શહેરી વિસ્તારમાં ઘરે ઘરે જઈને તપાસ થઈ રહી છે, તેમજ ગુજરાતમાં 61 કોવીડ હોસ્પિટલમાં 10500 બેડની સગવડ હોવાની માહિતી પૂરી પાડવામાં આવી હતી. હોસ્પિટલમાં આઇસીયુ અને વેન્ટીલેટેરની પૂરતી સુવિધા તેમજ કોવિડ કેર સેન્ટરમાં વધારાના બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેવી જાણકારી આપી હતી. સપ્તાહના અંત સુધીમાં હોસ્પિટલમાં 22500 જેટલા બેડની વ્યવસ્થા થઈ જશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.
85 ટકા મોત ગંભીર બીમારીવાળા દરદીઓના થયા છે
રાજ્યમાં કોરોનાના કારણે થતા મોતનું વિશ્લેષણ કરવામાં આવે છે તે વાત ધ્યાનમાં લઈ રાજ્યમાં 85 ટકા મોત ગંભીર બીમારી ધરાવતા દર્દીના થયા હોવાનું અશ્વિની કુમારે જણાવ્યું હતું.
આ ઉપરાંત રાજ્યના 3 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી અને મોટા ભાગના જિલ્લામાં કોરોનાની સ્થિતિ હાલ કંટ્રોલમાં છે તેવી માહિતી મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news