હાલમાં છેલ્લાં કુલ 4 વર્ષથી CM તરીકે વિજય રુપાણી ફરજ બજાવી રહ્યાં છે. હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. CM વિજય રૂપાણીએ એમનાં શાસનનાં કુલ 4 વર્ષને પૂર્ણ કરીને આજે જ પાંચમા વર્ષમાં પ્રવેશ કરી ચુક્યા છે. ત્યારે આજે જ એમણે કુલ 5,300 કરોડ રૂપિયાની બહુહેતુક ભાડભૂત યોજનાનો નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની હાજરીમાં ગાંધીનગરથી જ વીડિયો કોન્ફરન્સ મારફતે તેનો શુભારંભ પણ કરાવ્યો હતો. ગુજરાતનાં સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલની ઉપસ્તિથીમાં ભાડભૂત ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સમગ્ર રાજ્યને શ્રેષ્ઠમાંથી સર્વોત્તમ બનાવવાની સાથે જળ આત્મનિર્ભર તથા વોટર સરપ્લસ સ્ટેટની માટે પણ આધુનિક ટેકનોલોજીની સાથે આ યોજના વર્લ્ડ ક્લાસ આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ગુજરાતને દુનિયાનાં વોટર પ્રોજેક્ટ નક્શે પ્રસ્થાપિત પણ કરશે એવો CM વિજય રૂપાણીએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
એમણે જણાવતાં કહ્યું હતું કે, નર્મદાને કાઠે વસેલા ભરૂચ અંકલેશ્વર સહિતનાં વિસ્તારોમાં આ ભાડભૂત યોજના મીઠા પાણી પહોચાડવાની સાથે ખારાશ આગળ વધતી અટકાવવા માટે તથા સિંચાઇની તેમજ ઉદ્યોગોને પણ પૂરતું પાણી આપવામાં ઉપકારક બનવાની છે.
CM એ આ યોજનાનાં ટેન્ડરમાં ફૂલ પ્રૂફ પારદર્શિતાની સાથે તમામ ટેકનિકલ બાબતોની સર્વગ્રાહી ચકાસણી કરીને જ પરવાનગી આપવામાં આવી છે એની પણ જાણકારી આપી હતી. કુલ 21 હજાર મિલિયન ક્યુબિક ફીટ એટલે કે M. C .F .T પાણી આ યોજનાથી જ મળતું થશે તેમજ હજીરા-દહેજની વચ્ચે કુલ 6 લેનનો બ્રિજ બનતતાંની સાથે જ કુલ 18 કિમી અંતર પણ ઘટશે.
આટલું જ નહીં પરંતુ ફીશિંગની પણ જુદી જ ચેનલ ઊભી થતાં માછીમારીને પણ ઘણો વેગ મળશે એમ પણ ભરૂચ જિલ્લાને આ યોજનાનાં શુભારંભનાં પ્રસંગે અભિનંદન આપતાં CM વિજય રૂપાણીએ ઉમેર્યું પણ હતું. CM એ ભરૂચ વિસ્તારની પાણીની ખુબ જ લાંબા સમયની મુશ્કેલીનો સુખદ નિવેડો આ યોજનાથી આવે એની માટે કલ્પસર વિભાગ પણ સમયબદ્ધ રીતે આગળ વધીને આ યોજનાની વેળાએ પૂર્ણ કરશે એવી પણ અપેક્ષા દર્શાવવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP