ગુજરાતમાં હાલ કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં સરકારે ઘણી બધી છૂટ પણ આપી દીધી છે. જોકે, કોરોના હજૂ ગયો નથી, એ વાત ભૂલવાની નથી તેવું રાજ્યના મુખ્યમંત્રી પણ કહી ચુક્યા છે. ત્યારે હવે માસ્ક બાબતે દંડને લઈને થોડી રાહત મળવા જઈ રહી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સુચના મુજબ રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહિ પહેરવા બદલનો દંડ રૂ. 1,000 થી ઘટાડીને રૂ 500 કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સૂચના આપી છે.
તદ્દ અન્વયે ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક નહિં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા માટે રાજ્ય સરકાર રજૂઆત કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.