ખેતરમાં ૧૫૦ કિલોના અજગરને જોઇને ભયભીત થયા લોકો- જુઓ કેવી મહામહેનતે થયું રેસ્કયુ

ઉતરપ્રદેશમાં આવેલા લખીમપુર ગામમાં એક અનોખી ધટના જોવા મળી. જે જોઈને ગ્રામજનોના શ્વાસ ઉપર થઈ ગયા હતા. તેમણે શેરડીના ખેતરમાં આશરે 150 કિલોનો એક અજગર…

ઉતરપ્રદેશમાં આવેલા લખીમપુર ગામમાં એક અનોખી ધટના જોવા મળી. જે જોઈને ગ્રામજનોના શ્વાસ ઉપર થઈ ગયા હતા. તેમણે શેરડીના ખેતરમાં આશરે 150 કિલોનો એક અજગર જોયો હતો, જે એક હરણને ભરખી ગયો હતો. જેથી કરીને અજગરનું પેટ ફૂલાયું હતું.

ઉતરપ્રદેશના લખીમપુર ખીરી જીલ્લામાં સંપૂર્ણનગર પોલીસ સ્ટેસન વિસ્તારના બસઈ ગામની ધટના છે. જ્યાં દુધવા ટાઇગર રીઝર્વના જંગલ નજીક આવેલ શેરડીના ખેતરમાં એક વિશાળ અજગર હરણના બચ્ચાને ભરખી ગયો હતો.

તે સમય દરમિયાન સ્થળ પરથી નીકળી રહેલા ગ્રામજનોએ અજગરને હરણના બાળકને ગળકી જતા જોઇને ગામલોકો આશ્ચર્ય ચકિત થઈ ઉઠ્યા હતા. સ્થળ પર મોજુદ ગ્રામજનોએ વન વિભાગના અધિકારીઓને બસઈગામ નજીક આવેલ શેરડીના ખેતરમાં હરણના બચ્ચાને ગળકી બેઠેલા વિશાળ અજ્ગલની તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

ગ્રામજનો દ્વારા મળેતી જાણકારી અનુસાર વન વિભાગ અને દુધવા ટાઇગર રીઝર્વના અધિકારી અને કર્મચારીઓ તાત્કાલિક ધટના સ્થળે ડોળી આવી હતી. જે દ્રશ્ય જોઈ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા હતા.

આવું અનુમાન લગાવામાં આવ્યું છે. કે શેરડીના ખેતરમાં આશરે 150 કી.ગ્રા ધરાવતો વિશાળ અજગર એક હરણના બચ્ચાને ભરખી ગયો હતો.

ધટના સ્થળે પહોચેલા દુધવા ટાઇગર રીઝર્વ અને વન વિભાગના અધિકારી અને કર્મચારીઓએ આશરે 2 કલાક સુધી ભારે મહેનત કરી હતી. ત્યારબાદ કર્મચારી તેમજ અધિકારીઓની કડી મહેનત બાદ શેરડીના ખેતરમાં બેઠેલા અજગરને ડ્રમમાં બંધ કરીને તેને દુધવા ટાઇગર રીઝર્વના જંગલમાં સલામત રીતે છોડી દેવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *