Trishul News Exclusive: ગુજરાત રાજ્યમાં જંગલી જાનવરો, રોઝ-ભૂંડના ત્રાસથી ખેડૂતોના પાકના રક્ષણ માટે તારની વાડ બનાવવા માટે ખેડૂતોને ૫ હેકટરનો બ્લોક બનાવી સહાય કરવાની યોજના અમલમાં છે. પરંતુ બે વર્ષમાં રાજ્યના ૨૯ જીલ્લાઓ પૈકી માત્ર એક જ જીલ્લામાં ૪૨.૧૨ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે અન્ય ૨૮ જીલ્લાઓમાં એક પણ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી નથી. રાજ્ય સરકારની ખેડૂતોને બ્લોક બનાવીને સમૂહમાં તારની વાડ માટે સહાય ચૂકવવાની નીતિ હોવાના કારણે ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકતા નથી. આ જવાબ ગુજરાત સરકારે વિપક્ષના સવાલ પર વિધાનસભામાં આપ્યો છે.
ગાંધીનગર માં ૦, મહેસાણા માં ૦, નર્મદા માં ૦, ભરૂચ માં ૦, દાહોદ માં ૦, છોટાઉદેપુર માં ૦, ગીર-સોમનાથ માં ૦, જૂનાગઢ માં ૦, ખેડા માં ૦, મહીસાગર માં ૦, આણંદ માં ૦, વડોદરા માં ૦, બનાસકાંઠા માં ૦, કચ્છ માં ૦, અમદાવાદ માં ૦, પાટણ માં ૦, જામનગર માં ૦, દેવભૂમિ-દ્વારકા માં ૦, અરવલ્લી માં ૦, સાબરકાંઠા માં ૦, સુરત માં ૦, તાપી માં ૦, સુરેન્દ્રનગર માં ૦, મોરબી માં ૦, તાપી માં ૦, વલસાડ માં ૦, નવસારી માં ૦, માત્ર ડાંગ માં ૪૨.૧૨, પંચમહાલ માં ૦ આમ 2 વર્ષમાં માત્ર ૪૨.૧૨ લાખ રૂપિયાની ચુકવણી કરી છે.
વિપક્ષનેતા પરેશ ધાનાણીએ પોતાના નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે, કુદરતી આપત્તિથી ખરીફ ઋતુમાં ખેડૂતોને થતા પાક નુકસાન માટે “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ ૧૦-૮-૨૦૨૦ના ઠરાવથી જાહેર કરવામાં આવેલ યોજના મુજબ ૩૩% કે તેથી વધુ નુકસાન થાય તો પ્રતિ હેકટર દિઠ રૂ.૨૦,૦૦૦ની સહાય (મહત્તમ ૪ હેકટરની મર્યાદામાં) ચૂકવવાની થતી હતી. આ મુજબ એક પણ જીલ્લામાં એક પણ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી નથી.
વધુમાં વિપક્ષનેતા પરેશ ધાનાણી જણાવે છે કે, “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” મુજબ ખેડૂતોને સહાય ચૂકવવી ન પડે માટે “કૃષિ રાહત પેકેજ” તારીખ ૨૫-૯-૨૦૨૦ના જાહેર કરીને પ્રતિ હેકટર ૧૦,૦૦૦ રૂપિયા (મહત્તમ બે હેકટરની મર્યાદામાં) ચૂકવવાનો ઠરાવ કરવામાં આવ્યો. આમ, રાજ્યના ખેડૂતોને અત્યાર સુધી પ્રધાનમંત્રી ફસલ બિમા યોજનામાં કરોડો રૂપિયાનું પ્રિમિયમ ભર્યા પછી ખેડૂતોને પાક વિમો મળ્યો નહીં અને ત્યારબાદ પ્રધાનમંત્રી ફસલ બિમા યોજનાના બદલે “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના”ની જાહેરાત કરી. આ યોજના પણ પ્રધાનમંત્રી ફસબલ બિમા યોજના જેવી જ રહી અને તેના જાહેરાતો કરીને માત્ર ભ્રામક પ્રચાર કરીને છેતરવાનું કામ કર્યું છે.
આ ઉપરાંત, ગુજરાત રાજ્યમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની વાત કરવામાં આવે તો, રાજ્યમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા ૧૬ લાખ ૧૯ હજાર ૨૨૬ પરીવારો અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા ૧૫ લાખ ૨૨ હજાર ૫ પરીવારો મળીને ૩૧ લાખ ૪૧ હજાર ૨૩૧ પરીવારોની સંખ્યા છે. જેમાં બે વર્ષમાં સૌથી વધુ અમરેલી જીલ્લામાં ૨,૪૧૧ પરીવારો, રાજકોટ જીલ્લામાં ૧,૫૦૯ પરીવારોની સંખ્યામાં વધારો થયો છે.
રાજ્ય સકારે તા.૮-૭-૨૦૧૯ના રોજ વિધાનસભા ગૃહમાં આપેલ આંકડાઓ મુજબ, રાજ્યમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરીવારોની સંખ્યા ૩૦ લાખ ૯૪ હજાર ૫૮૦ બીપીએલ પરીવારોની સંખ્યા હતી તેમાં વધારો થઈને ડીસેમ્બર ૨૦૨૦ની સ્થિતિએ ૩૧ લાખ ૪૧ હજાર ૨૩૧ પરીવારોની સંખ્યા થઈ છે. રાજ્ય સરકાર ગુજરાત વિકાસની હરણફાળ ભરી હોવાના દાવાહોની વચ્ચે વાયબ્રન્ટ ગુજરાતમાં ગરીબોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. ૩૧,૪૧,૨૩૧ પરીવારોની સંખ્યામાં સરેરાશ એક કુટુંબના સખ્યોની સંખ્યા ૬ ગણવામાં આવે તો ૧ કરોડ ૮૮ લાખ કરતાં વધુ ગરીબોની સંખ્યા થાય. આમ રાજ્યની ત્રીજા ભાગ જેટલી વસ્તી ગરીબી રેખાથી નીચેનું જીવન ધોરણ જીવી રહી છે.
ખેડામાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૬૦૯૯૮ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૮૫૮૫૯, નર્મદામાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૫૨૫૩૭ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૩૦૩૩૪, સુરેન્દ્રનગરમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૬૮૧૭૩ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૫૬૭૫૧, ગીર સોમનાથમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૨૦૭૮૫ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૨૫૮૫૯, તાપીમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૪૨૬૫૧ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૩૬૬૪૩, વલસાડમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૭૪૭૧૩ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૫૨૧૪૪, દાહોદમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૧૪૨૮૫૨ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૮૨૬૩૪, ભરૂચમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૭૬૬૭૧ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૪૮૨૬૩.
વડોદરામાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૬૩૮૧૮ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૫૭૧૦૩, છોટા ઉદેપુરમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૬૭૩૮૬ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૪૪૦૫૦, સુરતમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૫૩૦૫૧ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૫૭૮૯૨, નવસારીમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૩૨૪૫૬ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૩૭૫૪૯, અરવલ્લીમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૨૮૫૫૩ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૩૮૮૧૭, સાબરકાંઠામાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૪૩૬૫૮ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૫૫૭૦૧, પાટણમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૪૭૬૫૭ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૫૪૩૬૩, મહેસાણામાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૫૨૧૪૩ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૫૪૨૩૯, જુનાગઢમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૨૧૭૬૯ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૩૦૧૨૩.
દેવભૂમિ દ્વારકામાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૧૨૬૬૮ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૧૫૧૨૦, આણંદમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૭૯૧૫૩ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૭૫૪૨૯, ડાંગમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૨૪૦૨૭ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૧૧૨૯૦, રાજકોટમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૫૧૮૪૩ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૫૧૦૮૪, પોરબંદરમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૯૬૮૮ ૧૧૪૨૩, કચ્છમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૪૯૯૧૫ ૫૫૮૪૭, બનાસકાંઠામાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૧૩૦૯૮૬ ૧૦૫૯૩૫, અમદાવાદમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૭૭૦૭૯ ૬૨૨૧૭, અમરેલીમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૪૮૯૪૧ ૪૪૨૪૦, ભાવનગરમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૨૦૭૬૬ ૪૨૭૦૬.
બોટાદમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૧૧૧૦૪ ૧૬૩૧૦, ગાંધીનગરમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૧૨૯૮૪ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૨૯૮૪૨, મોરબીમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૨૪૭૭૫ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૨૩૬૬૫, જામનગરમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૧૫૦૦૩ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૧૯૮૨૦, મહીસાગરમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૩૭૪૯૯ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૪૪૬૧૬, પંચમહાલમાં ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૬૨૯૨૪ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૬૪૧૩૭ આમ કુલ ૦ થી ૧૬ ગુણાંકવાળા પરિવારો ૧૬,૧૯,૨૨૬ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા પરિવારો ૧૫,૨૨,૦૦૫ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle