રૂપાણી સાહેબ સુરતવાસીઓ સરકારી કોલેજ ઝંખે છે, તાયફાઓ રેલી નહીં: ટિમ ગબ્બર

ભાજપ દ્વારા સુરતમાં વરાછાના મીની બજાર થી હીરાબાગ સુધી CAAના સમર્થનમાં મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ હાજરી આપીને કાયદાના સમર્થનમાં વાત કરીને મોદી સરકારના વખાણ કર્યા હતા. આ રેલીમાં મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત ભાજપના ધારાસભ્યો અને સુરતના કોર્પોરેટરો પણ જોડાયા હતા. વરાછા મીની બજારથી નીકળેલી આ રેલી હીરાબાગ સર્કલ સુધી યોજાવામાં આવી હતી. આ રેલીમાં વિશાળ રાષ્ટ્ર ધ્વજ પણ દર્શાવવામાં આવ્યો છે.

CAAના સમર્થનમાં રેલી દરમિયાન સુરતના વરાછામાં સરકારી કોલેજ બનાવવા માટેના પણ બેનર લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સુરતના વરાછામાં સરકારી કોલેજ બનાવવાની માંગ ઉઠી રહી છે, જોકે કોલેજ બનાવવા માટે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. છતાં પણ તંત્ર આ બાબતે ઊંઘમાં હોય તેવું લાગી રાહ છે, ત્યારે આજે જ્યારે મુખ્યમંત્રી ની આગેવાનીમાં સુરતના મીની બજાર થી હીરાબાગ સર્કલ સુધી રેલી યોજાઇ ત્યારે સુરતના વરાછામાં સરકારી કોલેજની માંગ સાથેના બેનરો પણ લાગ્યા હતા.

ટીમ ગબ્બરના કીર્તિ ગજેરાએ વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારને આવા તાયફો કરવા સમય છે પરંતુ લોક્પ્રશ્નનો ઉકેલ લાવવા સમય નથી. આવનારા સમયમાં જો આ યોગ્ય માંગ પૂર્ણ નહિ કરાય તો પ્રચંડ જન આંદોલન કરીને સરકારને જગાડવા પ્રયાસ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *