હવે રુપાણી સરકારને પડશે પરસેવો, હાર્દિક પટેલે ફરી એક વાર તીવ્ર આંદોલનની આગ ચાંપી? જાણો વિગતે

હાલમાં હાર્દિક પટેલ ઉપર ઘણા બધા કેસ ચાલી રહ્યા છે અને હમણાં જ હાર્દિક પટેલ સામે બિનજમાનતી વોરંટ કાઢીને તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેમને કોર્ટ માંથી જામીન મળ્યા હતા પરંતુ જામીન માળતાની સાથે બીજા કેસમાં તેમને હાજર થવા માટે સમન્સ ઇસ્યુ થઈ ગયા છે. અને હાલ હાર્દિક પટેલ અંગે કોઈ ભાળ નથી. ત્યારે હાલમાં હાર્દિક પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકવામાં આવી છે કે, જય સરદાર સાથે ગુજરાતના તમામ તાલુકામાં કાર્યરત પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરોને અપીલ કરું છું કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહીત યુવા આંદોલનકારીઓ પર રાજદ્રોહ સમેત જે ખોટા કેસો કરવામાં આવ્યા છે તે પાછા લેવાની માંગ સાથે આવતી તારીખ 2/3/2020ના રોજ તાલુકા તથા જિલ્લા મથકે શ્રી મામલતદાર અને આદરણીય કલેકટર સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવે.

હાર્દિક પટેલે આ પોસ્ટમાં વધુ જણાવતા કહ્યું હતું કે, 2017 ની વિધાનસભા ચૂંટણી સમયે પાટીદાર યુવાનો પરથી કેસો પાછા ખેંચવાની વાતો રાજકીય અને સામાજિક આગેવાનો કરતા હતા, પરંતુ આજે પણ પાટીદાર સમાજના હજારો યુવા અને યુવતીઓ કોર્ટ-કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ પાટીદાર સમાજ સહીત અન્ય તમામ સમાજોને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનેક લાભ મળી રહ્યા છે, પરંતુ આંદોલનકારીઓને કોર્ટ-કચેરીના ધક્કા સિવાય કઈ મળ્યું નથી. સત્યની લડાઈને સાથ સહયોગ આપવા વિનંતી.

મળતી માહિતી પ્રમાણે, હાર્દિક પટેલે ફરી વખત પાટીદાર યુવાનોને પોતાના હકની લડાઈ લડવા માટે જાગૃત થવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે. હાલમાં તો આ પોસ્ટ દ્વારા રૂપાણી સરકાર ની મુશ્કેલીઓ આગામી સમયમાં વધશે એ નક્કી છે. જણાવી દઈએ કે હાર્દિક પટેલ પણ આજ પાટીદાર અનામત આંદોલન વખતે દાખલ કરવામાં આવેલા કેસોમાં જેલમાં પણ જઈ આવ્યા છે અને બીજા અનેક કેસોમાં તેમના સામે વોરંટ પણ ઇસ્યુ થયા છે. જેની સામે હાર્દિક પટેલ દ્વારા કેટલીય વાર રૂપાણી સરકાર ને રજુઆતો કરી હતી. સરકાર દ્વારા કેસો પાછા ખેંચવાની જાહેરાત પણ કરી હતી પરંતુ તે માત્ર જાહેરાત હોય તેવું લાગી રહ્યું છે. હવે આ મુદ્દે રાજકારણ ગરમાય તો નવાઈ પામવાની કોઈ વાત નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *