ભાજપને લાગ્યો મોટો ઝટકો: રૂપાણીના રાજકોટમાં ફરી વળ્યો પંજો, BJPના સુપડા સાફ

ગુજરાત(Gujarat): રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજવામાં આવ્યું હતું, જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જયારે આ પરિણામમાં ભારતીય જનતા પાર્ટી(BJP)નાં સૂપડાં સાફ થઈ ગયાં છે અને કોંગ્રેસ(congress)નો પંજો ફરી વળ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસ પાર્ટીના બંને ઉમેદવારની શાનદાર રીતે જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે, જેને લીધે ભારતીય જનતા પાર્ટી પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણ(Jasdan)ના ધારાસભ્ય કુંવરજી બાવળિયા(Kunwarji Bawaliya)ને જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે એમાં તેઓ અસફળ રહ્યા હતા અને તેમના જ ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. જોકે સીધો ફટકો વિજય રૂપાણીના હોમટાઉનમાં પડ્યો હોય તેવું લાગી રહ્યું છે.

શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત:
કોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના સભ્યનું અવસાન થતાં ખાલી બેઠક પર પેટાચૂંટણી આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી છગન તાવિયા અને કોંગ્રેસમાંથી વિનુ મેણિયા વચ્ચે ચુંટણીનો જંગ ખેલાયો હતો. એમાં છગન તાવિયાને 4868 મત મળ્યા છે અને વિનુ મેણિયાને 5621 મત મળ્યા છે. જેને લીધે કોંગ્રેસના વિનુ મેણિયાએ ભારતીય જનતા પાર્ટીના છગન તાવિયાને 2084 મતથી હાર આપી છે.

સાણથલી બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવારની થઇ જીત:
કોરોનાની મહામારીમાં રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનું અવસાન થતાં ખાલી પડેલી આ બેઠકની પેટાચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસમાંથી શારદાબેન વિનુભાઇ ધડુક અને ભારતીય જનતા પાર્ટીમાંથી રસીલાબેન વેકરિયા વચ્ચે ચુંટણીનો જંગ ખેલાયો હતો. એમાં કોંગ્રેસનાં શારદાબેનને 5103 મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીનાં રસીલાબેનને 4868 મત મળ્યા હતા, જેને લીધે કોંગ્રેસનાં શારદાબેન માત્ર 235 મતથી વિજેતા થયાં છે.

ઉપલેટામાં કોંગ્રેસની થઇ જીત: રાજકોટ જીલ્લાના ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નંબર 5ની પેટાચૂંટણીમાં કોંગ્રેસની શાનદાર જીત થઇ છે. ભારતીય જનતા પાર્ટીનાં મહિલા સભ્યનું કોરોનામાં મૃત્યુ થતાં બેઠક ખાલી પડતાં પેટાચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં આ બેઠક પર કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર દક્ષાબેન વેકરિયાની જીત થઇ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કૃણાલ સોજીત્રાને 885 મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેનને 1098 મત મળ્યા છે. જેથી ઉપલેટામાં કોંગ્રેસનો પંજો ફરી વળ્યો છે.

જુનાગઢ જીલ્લામાં મનપા વોર્ડ 8 ની પેટા ચૂંટણીમા કોંગ્રેસના ઉમેદવાર રજાક હાલા ની જીત થઇ છે. કુલ મતદાન 9158 થયેલું છે. જેમાં કોંગ્રેસ 4576 વોટ મળેલ છે. NCP ને 3805 મત મળ્યા છે. જયારે ભાજપને 638 મત મળ્યા છે. આ પરિણામ પરથી કહી શકાય કે, ભાજપના ઉમેદવારની ડિપોઝિટ પણ ગુમાવવી પડી છે.

રાજકોટ-જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. શિવરાજપૂર અને સાણથલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાના ગઢમાં ગાબડું પડ્યું છે. અગાઉ એક બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.

મોરબી તાલુકા પંચાયતની ખાલી પડેલી ત્રાજપર-2 બેઠક માટે રવિવારે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. મોરબી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ત્રાજપર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જેમાં 54.84 ટકા જેવું મતદાન થયું હતું. આ પેટા ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જો કે ગત ટર્મમાં આ બેઠક કોંગ્રેસના હાથમાં હતી અને આ પેટા ચૂંટણીમાં પણ ત્રાજપર બેઠક કોંગ્રેસના ફાળે આવી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર જલાભાઈ જેસાભાઈ ડાભી સૌથી વધુ મત મેળવીને શાનદાર વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપના ઉમેદવારને અડધા મત મળતા આ બેઠક પર પરાજય થયો હતો. આમ ફરી કોંગ્રેસે આ સીટ જાળવી રાખીને ભાજપને પરાજય આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *