હાલમાં રશિયાના સારાટોવમાં 38 વર્ષીય મહિલા અને તેના 4 વર્ષીય નિર્દોષની નિર્દય હત્યા માટે બ્યુટિશિયનની ધરપકડ કરવામાં આવી છે. બ્યુટિશિયન એ ગુનો સ્વીકાર્યો છે. તેણે પોલીસને જણાવ્યું કે, તેણે પહેલા મહિલા પર છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ બાળકીની પણ છરી વડે હત્યા કરી.
જાણવા મળ્યું છે કે, બ્યુટિશિયન એલેના શચરેન્કોએ પહેલા 38 વર્ષીય અન્ના અબકુમોવાને 20 છરીના ઘા માર્યા અને ત્યારબાદ 10 વખત બાળક મારિયાની હત્યા કરી. પોલીસે જણાવ્યું કે, સૌરાષ્ટ્રિય મહિલાએ પહેલા મહિલાના પેટમાં છરા માર્યા અને ત્યારબાદ બાળકીની પણ છરીના ઘા માર્યા.
પોલીસે જણાવ્યું કે, બ્યુટિશિયન અણ્ણા અબકુમોવાના ઘરે 600 પાઉન્ડની જૂની રકમ વસૂલવા માટે ગઈ હતી, પરંતુ બંને વચ્ચે દલીલ થઈ હતી. આ પછી, બ્યુટિશિયને ગુસ્સે થઈને મહિલા અને તેની બાળકીની હત્યા કરી દીધી.
બ્યુટિશિયને કબૂલ્યું છે કે, અન્ના અબકુમોવા અને 4 વર્ષની બાળકીની હત્યા પછી, બાકી ચૂકવણી માટે તેણે કેટલાક ઘરેણાં અને બેંક કાર્ડ લૂંટી લીધાં હતાં. અન્ના અબકુમોવાની મોટી પુત્રી અને તેના પિતાની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે હત્યાના આરોપસર અબકુમોવાના પૂર્વ પતિ એન્ટોનની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle