રશિયાના દૂતાવાસે શુક્રવારે એક પ્રેસ રિલીઝમાં જાણકારી આપતા કહ્યું કે, ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માન એવોર્ડ એટલે કે “ઓર્ડર ઓફ સેન્ટ એંડ્રયું એપોસ્ટલ” “Order of Saint Andrew the Apostle” આપવામાં આવે છે. નરેન્દ્ર મોદીને આ સન્માન રશિયા અને ભારતના વચ્ચેના વિશેષ વિશેષાધિકૃત કૂટનીતિ ભાગીદારી ને આગળ વધારવા માટે આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.
સંયુક્ત આરબ અમિરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયેદ અલ નહયન એ પણ હાલમાં જ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાયદ મેડલથી સન્માનિત કર્યા હતા. જાયદ મેડલ કોઈપણ દેશના રાષ્ટ્રને દેવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. મોદીને આ સન્માન બંને દેશો વચ્ચેની દોસ્તી અને કૂટનીતિક સંબંધોને મજબૂત કરવા માટે આપવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ વર્ષે ફેબ્રુઆરીમાં દક્ષિણ કોરિયામાં સિઓલમાં શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પુરસ્કાર મેળવનારા 14માં વ્યક્તિ બન્યા હતા. 1988માં સીરીયલ ઓલમ્પિક ના સફળ આયોજન બાદ આ એવોર્ડ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જોકે નરેન્દ્ર મોદી ને આ પુરસ્કાર થી મળેલી 1.30 કરોડની રકમ નમામિ ગંગે પ્રોજેક્ટને પ્રદાન કરવામાં આવી હતી. આ સિવાય પર્યાવરણ ક્ષેત્રમાં દેશના યોગદાન ને લીધે નરેન્દ્ર મોદીને આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રનું ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસ એ નવીદિલ્હીમાં સન્માન એવોર્ડ નરેન્દ્ર મોદીને આપ્યો હતો.