પ્રધાનમંત્રીની સૌથી મોટી પોલ ખુલી: આ મહિલા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધ

રશિયાના (Russian Media) ખાનગી મીડિયા ના એક રિપોર્ટમાં જાહેર કરીયું છે કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)ના એક મહિલા સફાઈ કર્મચારી સાથે શારીરિક સંબંધ છે. હવે આ મહિલા 700 કરોડ થી વધુ રૂપિયા ની માલિકન થઇ ગઈ છે. અત્યારે સંપૂણ રીતે આ રિપોર્ટની જાણ થઇ નથી. આ ઉપરાંત, રશિયન પુતિને પ્રવક્તા એ આ વાત ને દબાવી દેવાની કોશિષ કરી છે. પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી.

રશિયાના ખાનગી મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, સફાઈ કર્મચારી સાથે પુતિનના શારીરિક સંબંધથી એક પુત્રીનો પણ જન્મ થયો છે. હાલ આ દીકરી 17 વર્ષની થઈ ચુકી છે. આ માહિતી કોઈ ખાનગી મીડિયા દ્રારા પ્રકાશીય કરવા માં આવી છે. રીપોટમાં જણાવ્યા માં આવ્યું છે કે, 68 વર્ષના પુતિનના સંબંધ સ્વેતલાના ક્રિવોનોગિખ (Svetlana Krivonogikh) નામની મહિલા સાથે પણ રહી ચૂકયા છે. હાલ આ મહિલા રશિયાના કોઈ સેન્ટ પીટર્સબર્ગના પોશ વિસ્તાર માં રહે છે તે જગ્યા પુતિનના નજીકના લોકો માટે જાણીતી માનવામાં આવે છે.

ખાનગી મીડિયા ના જણાવ્યા પ્રમાણે, 17 વર્ષની એલિઝાવેતા ક્રિવોનોગિખને પુતિનની જ દીકરી જાહેર કરવામાં આવી છે. સગીર હોવાના લીધા યુવતીના ચેહરાને બ્લર કરીને તસવીરો બહાર પાડવામાં આવી છે.  આ ઉપરાંત, જાણવામાં આવીયુ છે કે,  પુતિન અને તેમની દીકરીનો 70 ટકા ચહેરો સરખો જોવા મળે છે. યુનીવર્સીટીના પ્રોફેસર જણાવતા કહે છે કે, પુતિન અને તેમની દીકરીનો ચહેરો વધારે પ્રમાણમાં  મળતો આવો છે કે, આ તારણ સુધી પહોંચી શકાય છે કે બંને એક બીજાથી જોડાયેલા છે.

ખાનગી મીડયા દ્વારા બહાર પાડવામાં આવેલ રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એલિઝાવેતાનો જન્મ 2003માં થયો હતો. જોકે, ત્યારે પુતિનના લ્યુડમિલા શક્રેબનેવા સાથે લગ્ન થયા હત. જોકે, ત્યાર બાદ બંને એ છૂટાછેડા લઇ લીધા હતા. એક ખાનગી મીડિયાએ દાવો કર્યો છે કે, એલિઝાવેતાના જન્મના કાગળ ઉપર પિતાનું નામ લખવામાં નથી આવ્યું અને માત્ર વ્લાદિમીરોવના (Vladimirovna) એવું લખેલું છે. અલિઝાવેતા વર્ષોથી બદલાયેલા નામ સાથે જ જીવતી આવી છે.

એલિઝાવેતાની માતા સ્વેતલાના ક્રિવોનોગિખની ઉંમર 45 વર્ષની છે. પહેલાં તે સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી. બાદમાં તે એક કંપનીની માલકિન બની ગઇ હતી. આ કંપનીના કેટલાક શેર પુતિન સાથે જોડાયેલા રોસિયા બેંક (Rossiya Bank)ના પણ છે. સાથો સાથ કેટલાંય શહેરોમાં સ્વેતલાના નામ પર મકાન છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફ્લાઇટ્સના ડેટા બતાવે છે કે સ્વેતલાના ક્રિવોનોગિખ એ ફ્લાઇટ્સમાં ઉડાન પણ ભરી હતી. જેમાં પુતિન પણ સવાર થતા હતા. કહેવામાં આવે છે કે, સ્વેતલાના અને પુતિનની આ રિલેશનશિપ પાછલા દાયકાના અંતમાં તૂટી ગયા.

ખાનગી મીડિયાનું કહેવું છે કે, સ્વેતલાનાએ શરૂઆતમાં વાત કરી પરંતુ બાદમાં મેસેજનો જવાબ આપ્યો નહીં. રિપોર્ટર્સે જ્યારે એલિઝાવેતા સાથે સંપર્ક કરવાની કોશિષ કરી તો તેણે તરત જ સોશિયલ મીડિયા પરથી પોતાની તસવીરો હટાવી દીધી. તો પુતિન સાથે જોડાયેલા સંબંધિત વિવિધ સૂત્રોએ તેમના એ કથિત સંબંધો પર વાત કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે સ્થાનિક પત્રકારોની તરફથી સંપર્ક કરવામાં આવ્યો તો પુતિનના પ્રવકતાએ કથિત સંબંધના દાવાઓને સંપૂર્ણપણે નકારી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *