ચીનને આકરો જવાબ આપવા માટે મોદી સરકાર આ દેશમાંથી મંગાવશે 30 થી વધારે લડાકૂ વિમાન

1962 બાદ ભારત ચીન વચ્ચે ઘર્ષણનો માહોલ છે. ભારત-ચીન સરહદ પર છેલ્લા 45 વર્ષમાં જે બન્યું ન હતું, તે થોડા સમય પહેલા બન્યું હતું. બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. લદ્દાખની 14 હજાર ફૂટ ઉંચી ગાલવાન ખીણમાં વિશ્વના બે પરમાણુ શક્તિ ધરાવતા દેશ વચ્ચે આ અથડામણ થઈ હતી. ગાલવાન વેલી તે વિસ્તાર છે જ્યાં 1962 ના યુદ્ધમાં 33 ભારતીયો મૃત્યુ પામ્યા હતા.

છેલ્લા 41 દિવસથી બોર્ડર પર તણાવ હતો. તેને ઘટાડવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન, 15 જૂનની સાંજથી તણાવ વધ્યો હતો. ભારતીય સેના વાટાઘાટો કરવા ગઈ હતી, પરંતુ ચીની સેનાએ અચાનક હુમલો કર્યો હતો.

હાલમાં ચીનની સાથે વધતા સરહદ વિવાદ વચ્ચે ભારતે રૂસ પાસેથી 30 થી વધુ લડાકૂ વિમાન ખરીદવાની ત્યારીમાં છે. જયારે રૂસ પણ ઝડપથી આ વિમાનોને ભારત મોકલવા માટે તૈયાર થઈ ગયું છે. આ વિમાનોમાં Sukhoi Su-30MKIs અને MiG-29s જેવા શક્તિશાળી વિમાનોનો પણ સામેલ છે. આ વિમાનોને ભારતીય બેડામાં સામેલ કર્યા બાદ વાયુસેનાની શક્તિમાં વધારો થશે.

WION ના જણાવ્યા અનુસાર, રૂસ નવા વિમોનાની જલદી ડિલેવરી માટે તૈયાર થઈ ગયું છે. તે પહેલાથી મિગ-29ના આધુનિકીકરણ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની મદદ કરી રહ્યું છે. ભારતીય વાયુસેનાને 1985માં પોતાનું પ્રથમ મિગ-29 વિમાન મળ્યુ હતુ અને આધિનિકિકરણ બાદ મિગ-29ની લડાકૂ ક્ષમતામાં વધારો થશે. આધુનિકીકરણ બાદ મિગ-29 એક તરફથી ચોથી પેઢીના લડાકૂ વિમાનમાં સામેલ થઈ જશે. આ રૂસની સાથે-સાથે વિદેશી હથિયારોને લઈ જવામાં સક્ષમ હશે. ખુબ ઝડપથી તે એરિયલ ટાર્ગેટને ટ્રેક કરી શકશે. એટલું જ નહીં વિમાન heat-contrasting air objects ને ટ્રેક કરીને તેના પર છુપાયને હુમલો કરવામાં પણ સક્ષમ હશે, તે પણ રડારના ઉપયોગ વગર. આધુનિક સામગ્રી અને ટેકનિકને કારણે મિગ-29ના જીવનકાળમાં પણ વધારો થશે.

વાયુસેનાએ જાન્યુઆરી 2020માં સુપરસોનિક બ્રહ્મોસ-એ ક્રૂઝ મિસાઇલથી લેસ Su-30MKI ના પોતાના પ્રથમ સ્ક્વાડ્રનને તંજાવુર વાયુસેના સ્ટેશન પર તૈનાત કરવામાં આવી શકે છે આ ભારતીય વાયુસેનાનું એકમાત્ર લડાકૂ વિમાન છે જે બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલોને લોન્ચ કરવામાં સક્ષમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *