રશિયા અને યુક્રેન (Russia Vs Ukraine) વચ્ચે થયેલા યુદ્ધે (War) સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. આજે પણ રશિયાને યુક્રેન જીતવામાં પૂરેપૂરી સફળતા મળી નથી. કહી શકાય કે મુઠ્ઠીભર નાનકડા દેશે, રશિયાને હંફાવી દીધું હતું. પરંતુ આ યુદ્ધમાં સેકંડો સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે જ અસંખ્ય પરિવારો એવા છે જેમણે પિતા-પુત્ર અથવા પતિ ગુમાવ્યો છે.
ત્યારે યુક્રેને દાવો કર્યો છે કે, સાત મહિનાના યુદ્ધના સમયગાળા દરમિયાન અવિશ્વાસનીય નુકસાન ઉઠાવવું પડ્યું છે. દાવામાં યુક્રેને જણાવ્યું કે, યુદ્ધ દરમ્યાન રશિયાના 62000 સૈનિકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે યુક્રેને રશિયાને થયેલા નુકસાન નાં આંકડાઓ જાહેર કર્યા છે.
યુક્રેન નો દાવો છે કે, યુદ્ધ દરમ્યાન રશિયાના ૨૪૭૮ ટેન્ક તબાહ થઈ ગયા છે. સાથોસાથ 5129 બખ્તરિયા વાહન, અને 1463 ટોપો નષ્ટ કરી છે. વધુમાં દાવામાં લખ્યું હતું કે, રશિયાના 346 મલ્ટીપલ રોકેટ લોન્ચર, 266 ફાઈટર જેટ, 235 હેલિકોપ્ટર અને 1091 ડ્રોન નષ્ટ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, યુક્રેને પોતાની નુકસાનીના કોઈ આંકડા હજુ સુધી જાહેર કર્યા નથી. આ સાથે જ રશિયાની નુકસાની ની વાત કરતા યુક્રેને કહ્યું હતું કે, સાત મહિનાના યુદ્ધના સમયગાળામાં રશિયાના 246 ક્રુઝ મિસાઈલ પણ નષ્ટ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ક્રુઝ મિસાઇલે યુક્રેન ની રાજધાની ક્યુ સહિત અનેક મોટા શહેરોની હાલત બદલી નાખી હતી.
આ સાથે રશિયાના 15 યુદ્ધ જહાજો અને 3888 ફ્યુલ ટેંકનો પણ ખાતમો કરી દીધો છે, તેઓ યુક્રેન નો દાવો છે. જોકે હજુ સુધી રશિયા તરફથી પોતાના નુકસાનને લઈને કોઈ આંકડા કે કોઈ માહિતી આપવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.