રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ઘેટાં બકરાની જેમ ભરેલા 46 લોકોના મૃતદેહ મળી આવતા મચ્યો હડકંપ

એક ટ્રકમાંથી 46 લોકોના મૃતદેહ મળી આવતા અમેરિકા(America)માં ખળભળાટ મચી ગયો છે. આ તમામ સ્થળાંતરિત લોકો જણાવવામાં આવી રહ્યા છે. ઘટના અમેરિકાના ટેક્સાસ(Texas) શહેરની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રકની અંદરથી 46 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય 16 લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ટ્રેક્ટર-ટ્રેલર ટેક્સાસના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત સાન એન્ટોનિયોના નિર્જન રસ્તા પરથી મળી આવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે આ લોકો મેક્સિકોની બાજુથી અમેરિકામાં ઘૂસ્યા હતા. સરહદ પારના આવા પ્રયાસોમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ આવો કિસ્સો ક્યારેય સામે આવ્યો નથી. તે ટ્રક અંગે કોઈએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ટ્રકનો ગેટ થોડો ખુલ્લો હતો. તેમાંથી એક મૃતદેહ ટ્રેલરની બહાર પડેલો હતો.

હોસ્પિટલમાં દાખલ 16 લોકોમાં 12 પુખ્ત વયના અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. દર્દીઓના શરીર જાણે ગરમીથી સળગી રહ્યા હતા અને તેમના શરીરમાં પાણીની કમી સ્પષ્ટ દેખાતી હતી. હાલ ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ માનવ તસ્કરીનો મામલો છે કે નહીં.

સેન એન્ટોનિયો, ટેક્સાસમાં, માનવ તસ્કરી દરમિયાન લોકો પહેલાથી જ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. 2017માં આવી જ એક ટ્રકમાંથી 10 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ પહેલા 2003માં સાન એન્ટોનિયોમાં એક ટ્રકમાંથી 19 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગે મેક્સિકોના વિદેશ મંત્રી માર્સેલો એબ્રાર્ડે પણ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે તે ઘટનાસ્થળે પહોંચી રહ્યો છે. માર્સેલો એબ્રાર્ડે કહ્યું છે કે, હાલમાં માર્યા ગયેલા લોકોની નાગરિકતા શું છે, તે જાણી શકાયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *