કોરોનાને લઈને સૌથી મોટા સમાચાર- દેશને બે જ મહિનામાં મળશે કોરોનાની વેક્સીન

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે.લાખો લોકોના મોત આ મહામારીને કારણે થઈ ચુક્યા છે. ઘણાં દેશો કોરોનાની રસીને શોધવા માટે સતત મહેનત કરી…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે.લાખો લોકોના મોત આ મહામારીને કારણે થઈ ચુક્યા છે. ઘણાં દેશો કોરોનાની રસીને શોધવા માટે સતત મહેનત કરી રહ્યાં છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.કોરોના સંક્રમણનાં મામલે ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમ પર રહેલું છે. જો કે, હવે ભારતને આ વાયરસની મહામારીમાંથી છુટકારો મળી શકે એવું જણાઈ આવે છે.

રશિયાનાં સોવરેન વેલ્થ ફંડ રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ડ ફંડ એટલે કે RDIF એ ભારત દેશમાં કોરોના વાયરસની વેક્સિન સ્પૂતનિક-5ના ક્લીનિકલ ટ્રાયલ તેમજ ડિસ્ટ્રીબ્યૂશનની માટે ડો. રેડ્ડીઝ લેબની સાથે ભાગીદારી કરવામાં આવી છે.રશિયા RDIF તથા ભારતની રેડ્ડી કંપનીઓની વચ્ચે થયેલ સમજુતી મુજબ RDIF ભારતીય કંપનીને વેક્સિનનાં કુલ 10 કરોડ ડોઝની સપ્લાઈ કરવામાં આવશે.

RDIF નાં CEO કિરીલ દિમિત્રીવે જણાવતા કહ્યું હતું કે, સ્પૂતનિક-5 વેક્સિન એડિનોવાયરલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત છે. જો એની ટ્રાયલમાં સફળતા મળશે તો એ નવેમ્બર માસ સુધીમાં ભારતમાં ઉપલબ્ધ થઈ જશે.RDIFની સચાર બીજા ભારતીય કંપનીઓની સાથે વાતચીત ચાલી રહી છે. જે ભારતમાં આ વેક્સિન બનાવવામાં આવશે.

RDIFએ એક નિવેદનમાં જણાવતાં કહ્યું હતું કે, એના તથા ડો. રેડ્ડીઝની વચ્ચે થયેલ સમજુતી એ વાતનું પ્રમાણ રહેલું છે કે, વિવિધ દેશો તેમજ સંસ્થાઓની વચ્ચે એ સમજ વધી રહી છે કે, કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે કેટલીક વેક્સિન પર કામ કરવું જરૂરી બન્યું છે.

કંપનીએ જણાવતાં કહ્યું હતું કે, રશિયન વેક્સિન એડિનોવાયરલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત રહેલું છે તથા દાયકાઓ સુધી એના પર કુલ 250થી વધારે ક્લિનિકલ સ્ટડી થઈ ચુકેલી છે. એમાં સુરક્ષિત જાણવા મળી તેમજ એની લાંબા ગાળાની ખરાબ અસર જોવાં મળી રહી નથી.

કોરોના વાયરસ વિરુદ્ધ ઉપયોગી હથિયાર :
ડો. રેડ્ડીઝનાં મેનેજિંગ ડિરેક્ટર G.V.પ્રસાદે જણાવતાં કહ્યું કે, આ રસીનો પહેલો તબક્કો તેમજ ફેઝ-2 નું પરીક્ષણ સફળ રહ્યું છે. હવે ભારતમાં એના ત્રીજા તબક્કાની તપાસ કરવામાં આવશે. જેને કારણે જરૂરી નિયમનકારી શરતો પૂર્ણ થાય. અહી નોંધપાત્ર વાત તો એ છે કે, દુનિયાની પહેલી કોરોના રસી 11 ઓગસ્ટે રશિયામાં શરૂઆત કરવામાં આવી હતી. જેનું નામ ‘સ્પુટનિક રસી’ રાખવામાં આવ્યું છે.

આ રસીનું પરીક્ષણ માત્ર તબક્કો-1 તથા તબક્કો-2 માં કરવામાં આવ્યું છે. ભારતમાં ત્રીજા તબક્કાનું સફળ પરીક્ષણ કરવામાં આવશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સાથે જોડાયેલ વિશ્વનાં પ્રખ્યાત સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડેવિડે નાબ્રેરોએ જણાવતાં કહ્યું છે કે, કોરોના મહામારી હજુ એના શરૂઆતના સમયમાં છે. ડેવિડના જણાવ્યાં મુજબ કોરોનાની બીજી લહેર આવવાની આશંકાને ટાળી શકાતી નથી તેમજ એ કેટલીક ખતરનાક પરીસ્થિતિ પેદા કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *